કોમ્પ્યુટર ને સીક્યોર રાખવાની ૯ ટીપ્સ
કોમ્પ્યુટર ને સીક્યોર રાખવાની ૯ ટીપ્સ
આજકાલ દરેક કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટનું જોડાણ જોવા મળે છે. ઈન્ટરનેટના વ્યાપ સાથે સીસ્ટમ વુલનરેબીલીટીઝ પણ વધતી જાય છે. સીક્યુરીટી પ્રોગ્રામ વગર કોઈપણ કોમ્પ્યુટરમાં વાઇરસ, સ્પાઈવેર, મેલવેર જેવી વુલનરેબીલીટીઝ ની શક્યતાઓ વધી જાય છે અને તેથી બેકડોર ના માધ્યમથી સીસ્ટમ હેક થવાની શક્યતાઓ પણ વધી જાય છે. કોર્પોરેટ કે કંપનીમાં તો પોતાના સીસ્ટમ એડમીન કે સીક્યુરીટી પ્રોફેશનલ્સ હોય છે પરંતુ પર્સનલ કોમ્પ્યુટર યુઝર્સ આવા બેકડોરની ચિંતા ઓછી કરે છે. પરંતુ તમારા સેવ કરેલા પાસવર્ડ અને બીજી માહિતી આસાનીથી મેલવેર કે સ્પાઈવેર રીમોટ કોમ્પ્યુટર કે સર્વર પર મોકલી શકે છે. અને વાઇરસથી ઘણું ડેમેજ થઇ શકે છે. આવું કઈ રીતે બને છે અને કોઈ હેકર્સને તમારા કોમ્પ્યુટરમાં શું રસ હોય અને તે કઈ રીતે ઘૂસે છે તે આપણે વિગત વાર હવે પછીના લેખ માં જોઈશું. આ વિષે તમને કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ્સમાં પૂછી શકો છો. અત્યારે આપણે કોમ્પ્યુટરને કઈ રીતે સીક્યોર રખાય તે વિશેની થોડી ટીપ્સ જોઈએ.
૧. કોમ્પ્યુટરને પહેલેથી એન્ટી-વુલનરેબીલીટીઝ ની રસી(સોફ્ટવેર) મુકાવો:
કોમ્પ્યુટર વાઇરસ એવા કોડથી બનેલા હોય છે જે કોમ્પ્યુટરમાં ઘણુંજ નુકશાન કરી શકે છે. ચેતતા નાર સદા સુખી, રૂપે સારું અને કમ્પ્લીટ એન્ટી-વાઇરસ સોફ્ટવેર જેવા કે Kaspersky, McAfee વગેરે ઇન્સ્ટોલ કરી લો. અને માઈક્રોસોફ્ટનું સિક્યુરીટી એસેન્સિઅલ અહી થી ડાઉનલોડ કરી લો http://windows.microsoft.com/en-GB/windows/products/security-એસ્સેન્તિઅલ્સ અને તમે AVG એન્ટીવાઇરસ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો – તેની લીંક – http://free.avg.com/gb-en
૨. તમારું firewall ચેક કરો:
firewall સોફ્ટવેર બેઝ્ડ પણ હોઈ શકે છે અને હાર્ડવેર બેઝ્ડ પણ હોઈ શકે છે. તે ઈન્ટરનેટ પર મોકલાવનારા અને ઈન્ટરનેટ પરથી આવનારા ડેટાને ફિલ્ટર અને મોનીટર કરે છે. તે નેટવર્ક કે ઈન્ટરનેટ પરથી કોઈને તમારા કોમ્પ્યુટરને પરમીશન વગર એક્સેસ કરવા દેતું નથી. વિન્ડોઝ માં firewall ઇનબિલ્ટ જ આવેલું હોય છે. તમારે ઈન્ટરનેટ કનેક્ટ કરતા પહેલા firewall ઓન છે એ ચેક કરી લેવું જોઈએ.
click Start -> Control Panel -> System -> Security -> Check Firewall Status. ત્યાં firewall status ઓન હોવું જોઈએ.
૩. કોમ્પ્યુટરને હમેશા અપડેટેડ રાખો:
કોમ્પ્યુટરને વુલનરેબીલીટીઝથી બચાવવા તમારે નિયમિત રૂપે ચેક કરતુ રહેવું જોઈએ કે કોમ્પ્યુટર અપડેટેડ છે અને બધા જરૂરી patches ઇન્સ્ટોલ થઇ ચુક્યા છે. આવા અપડેટ ઓપરેટીંગ સીસ્ટમની ખામીઓ દુર કરે છે અને નવા ફીચર્સ આવ્યા હોય તો એ એડ કરે છે. તમે સ્ટાર્ટમેનુ માં જ windows update નું ઓપ્શન જોઈ શકો છો. અથવા ઓટોમેટીક અપડેટ પણ સેટ કરી શકો છો.
૪. પાસવર્ડ:
હમેશા ધ્યાન રાખો કે કોમ્પ્યુટરના દરેક યુઝર્સ એકાઉંટને લોગીન થવા માટે પાસવર્ડ હોય. પાસવર્ડ સેટ કરવા માટે
Start -> Control Panel -> User Accounts and Family Saftey -> change your Windows Password
પાસવર્ડ હમેશા આસાનીથી અંદાજ લગાવી ન શકાય તેવો ન રાખવો જોઈએ. પાસવર્ડમાં કેપિટલ અક્ષર, નંબર્સ અને સ્પેસીઅલ કેરેક્ટર્સનું કોમ્બીનેશન હોય અને ઓછા માં ઓછા આઠ અક્ષર વાળો હોય તો તે સ્ટ્રોંગ પાસવર્ડ ગણાય છે. તેમાં તમારું નામ કે અટક ના હોવી જોઈએ.
૫. પહેલેથી જ વોર્નિંગ આપે તેવા સોફ્ટવેર:
મોટા ભાગે કોમ્પ્યુટરમાં વાઇરસ ઈન્ટરનેટ પરની વાઇરસથી અફેક્ટેડ વેબસાઈટમાં થી જ આવતા હોય છે. આવી વેબસાઈટથી બચવા માટે McAfee SiteAdvisor tool અથવા AVG tool ડાઉનલોડ કરો.
૬. એડમીન એક્સેસને માર્યાદિત કરો:
આ સારો આઈડિયા છે કે હમેશા standard user account થી જ લોગીન થવું. Administrator કે એડમીન રાઈટ્સ વાળા એકાઉંટથી ત્યારે જ લોગીન થવું જયારે મોટા ચેન્જીસ કરવા હોય જેવા કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું કે અનઇન્સ્ટોલ કરવું વગેરે… standard user account બનાવવા માટે Control Panel >> Add or Remove User Accounts -> Create new account – ત્યાં Standard User સિલેક્ટ કરો અને નામ આપો. તેને પાસવર્ડ આપવાનું ભૂલતા નહિ.
૭. હમેશા ડાઉનલોડ કરેલી ફાઈલ વાઇરસ વાળી નથી તે ચેક કરો:
જયારે તમે કોઈ ફાઈલ ડાઉનલોડ કરો ત્યારે તે વાઇરસ ઇન્ફેકટેડ નથી તે ચેક કરી લો. F-Secure’s Online Scanner એ ઓનલાઈન વાઇરસ સ્કેનર છે. અહી તમે ફાઈલને અપલોડ કરો અને સ્કેનર ફાઈલને ટેસ્ટ કરી લેશે. તમે Virustotal વેબસાઈટ પણ વિઝીટ કરી શકો છો. આ વેબસાઈટ ફાઈલને વાઇરસ ચેક કરી આપે છે.
૮. ઓનલાઈન બેકઅપ:
Skydrive આ માઈક્રોસોફ્ટની વેબસાઈટ છે જેમાં તમે તમારા લાઇવ યુઝરનેમ અને પાસવર્ડથી લોગીન કરી અને તમારી બધી કામની ફાઈલ સિલેક્ટ કરી અને અપલોડ કરી શકો છો. ઓનલાઈન બેકઅપ માટે વધારે માહિતી માટે તમારા કોમ્પ્યુટરમાં રહેલા ડેટાને કોઈપણ જગ્યાએથી એક્સેસ કરવાની ટીપ્સ લેખમાં ઓપ્શન ૧ માં આપેલી માહિતી જુઓ.
૯. pc checkup પણ try કરી શકો છો.
F-Secure ની Health ચેચ્ક વેબસાઈટ pc ની હેલ્થ ચેક કરી આપે છે. અહી તમારા કોમ્પ્યુટરની કમ્પ્લીટ હેલ્થ ચેક કરી અને ડીટેઇલ માં રીપોર્ટ આપે છે. નોંધ: ક્યારેય ઈન્ટરનેટ પર ના પોપ-અપ વિન્ડો કે જે pc health Check માટેના હોય, તેમાં કદી ક્લિક કરવી નહિ.