share Knowledge with JayNandasana


Wednesday, 2 January 2013

બ્લોક કરાયેલી વેબસાઈટ કેવી રીતે એક્સેસ કરવી


બ્લોક કરાયેલી વેબસાઈટ કેવી રીતે એક્સેસ કરવી

Written by જય on. Posted in ટેક્નોલોજી
ઘણી વખત સ્કુલ, ઓફીસ વગેરે જગ્યાએ ઘણી વેબસાઈટ અને ખાસ કરીને સોસીઅલ વેબસાઈટ જેવી કે Google News, Typepad, ebay, Blogger blogs, YouTubeFacebook, Bebo, Myspace, Orkut, MySpace, Pandora, Bebo, Photobucket, Yahoo! Messenger, AOL AIM, Flickr, last.fm, Yahho Mail, Rediff Mail, Share Market, GMAIL etc. બ્લોક કરવામાં આવેલી હોય છે. આ લેખમાં આપણે તેને કઈ રીતે એક્સેસ કરવી તે જોઈશું.

ઓપ્શન ૧:

તમે Yahoo Babelfish અથવા Google Translate  જેવા ટૂલ્સનો પ્રોક્ષી સર્વરની જેમ ઉપયોગ કરો. આમાં તમારે બંને ભાષા સરખી જ રાખવાની છે જેમકે ઈંગ્લીશ ટુ ઈંગ્લીશ. નીચેનો ફોટો જુવો.

ઓપ્શન ૨:

Anonymous Surfing : http://zend2.com/  http://www.browser9.com/ અને http://www.vtunnel.com/ જેવી ઘણી બધી પ્રોક્ષી વેબસાઈટ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.આ એવી વેબસાઈટ હોય છે જે તમારા કોમ્પ્યુટર અને નેટવર્ક ની ઓળખ ઈન્ટરનેટ પર છુપી રાખે છે.

ઓપ્શન ૩:

ગૂગલ કે યાહુ સર્ચમાં url થી સર્ચ કરો અને cached વર્ઝન જુઓ. નીચે બતાવેલ ફોટો જુઓ.

ઓપ્શન ૪:

બ્રાઉઝરમાં વેબસાઈટના નામના બદલે તેનું આઈપી અડ્રેસ ટાઇપ કરો જેમકે www.facebook.com ના બદલે 69.171.229.11 અને એન્ટર કરો. આ ટ્રીક ત્યારે જ કામ કરે છે જયારે તમારું બ્લોકીંગ સોફ્ટવેર અથવા ફાયરવોલ આઈપી અડ્રેસ ટુ વેબ સર્વિસ એટલે કે રીવર્સ ડી.એન.એસ લુકપ વાળું ના હોય. વેબસાઈટની આઈપી અડ્રેસ જોવા માટે કમાંડ પ્રોમ્પ્ટ પર “ping www.tahukar.com” લખશો તો તમને ટહુકાર.કોમ આઈપી અડ્રેસ મળી જશે આવી રીતે કોઈપણ વેબસાઈટનું આઈપી અડ્રેસ મેળવી શકાય છે અથવા tracert www.tahukar.com” ટાઇપ કરો તો પણ આઈપી અડ્રેસ મળી જશે અથવાhttp://www.selfseo.com/find_ip_address_of_a_website.php આ વેબસાઈટ પર ક્લિક કરો અને ત્યાં વેબસાઈટનું નામ ટાઇપ કરો અને તમને આઈપી અડ્રેસ મળી જશે.

ઓપ્શન ૫:

anonymizer જેવા ઘણા સોફ્ટવેર અને વેબસાઈટ છે જે બ્લોક થયેલી વેબસાઈટને તેના સારવારમાં ફેચ કરે છે અને ત્યાંથી તમને ડિસ્પ્લે કરે છે. આ રીતમાં તમે anonymizer ની વેબસાઈટમાં પેજ જુઓ છો ના કે બ્લોક થયેલી વેબસાઈટ.

ઓપ્શન ૬:

ગૂગલ મોબાઈલ સર્ચ: ગૂગલ મોબાઈલ ડિવાઇસ માટે  નોર્મલ એચટીએમએલ વાપરે છે. અને પેજને નોર્મલ એચટીએમએલ માં ટ્રાન્સલેશન વખતે જાવા સ્ક્રીપ્ટ અને સીએસએસ સ્ક્રીપ્ટ કાઢી નાખે છે. અને મોટા પેજને નાના પેજમાં ફેરવી નાખે છે. આટલા ફેરફાર કર્યા પછી મોટા ભાગના વેબસાઈટ બ્લોકીંગ સોફ્ટવેરમાંથી બાયપાસ શક્ય છે.

ઓપ્શન ૭:

tinyurl.com અને snipurl.com જેવી વેબસાઈટ url રીડાયરેક્ટનું કામ કરી આપે છે. જેમ કે http://tahukar.com/technology/how-to-access-personal-data-on-home-computer-from-anywhere/ જેવી લીંકને http://tinyurl.com/૬વ્વ૨ર્ન્લ આવી નાની લીંકમાં બદલી શકાય છે.