તમારો ફ્રી બ્લોગ કેવી રીતે બનાવવો
તો તમે પોતાનો બ્લોગ બનાવવાનું નક્કી કરી જ લીધું છે? સરસ… તો હવે આપણે ફ્રી બ્લોગ સર્વિસ આપતી મુખ્ય અને પ્રખ્યાત બે વેબસાઈટ જોઈએ.
૧. bloggar.com ૨. wordpress.com હવે આપણે બંનેના ફાયદા અને ગેરફાયદા જોઈએ. ૧. bloggar.com
> આ ગૂગલની પોતાની સર્વિસ છે. બ્લોગર.કોમ એ સૌથી વધારે યુઝરફ્રેન્ડલી છે.
> css એડીટીંગ કરી શકાય છે, એટલે કે તમારી મરજી પ્રમાણે તમે થીમમાં ફેરફાર કરી શકો છો.
> જાહેરાત મૂકી શકો છો. અને થર્ડપાર્ટી ટૂલ અને જાવાસ્ક્રીપ્ટ મૂકી શકો છો.
> SEO સરળ નથી. એટલે કે ગૂગલ સર્ચમાં તમારો બ્લોગ ઘણો પાછળ રહી શકે છે. જો કે એમાં પણ સેઓ થાય છે પરંતુ એ થોડું અઘરું છે. હા, આગળના લેખમાં SEO વિભાગમાં bloggar.com માં SEO કઈ રીતે કરવું એ વિગતવાર જણાવેલ છે.
૨. wordpress.com
> વર્ડપ્રેસ એ સૌથી વધારે લોકપ્રિય છે.
> SEO automatic થઇ જાય છે. વર્ડપ્રેસમાં જ તાજા પ્રસિદ્ધ થયેલા લેખો બધાને લોગીન કરતી વખતે દેખાય છે. તમારો બ્લોગ પણ ત્યાં લોકોને દેખાઈ શકે છે.
> જાહેરાત, સ્ક્રીપ્ટ, કે ટૂલ વાપરી શકતા નથી. અને થીમ પણ વર્ડપ્રેસ માં છે તેમાંથી જ કોઈ એક વાપરી શકાય છે.
સારાંશ: જો તમને સારી દેખાય એવી સુંદર થીમ નો શોખ હોય અથવા નવા અખતરા કરવા હોય અને નવા નવા ટૂલ્સ વાપરવા હોય અથવા તમારે એકદમ સરળ રીતે અને કોઈ પણ જાતની માથાકૂટ વગર સીધો બ્લોગ શરુ કરવો હોય તો બ્લોગર.કોમ પસંદ કરો અને જો તમારે સિમ્પલ અને સોબર બ્લોગ જોઈએ પણ તેને જલ્દી થી પ્રખ્યાત કરવાની ગણતરી હોય તો વર્ડપ્રેસ પસંદ કરો.
હવે જોઈએ વર્ડપ્રેસ માં પોતાનો બ્લોગ કઈ રીતે બનાવવો
નીચે આપેલ ચિત્ર જુઓ અને તે પ્રમાણે કરો
૧. અહી ક્લિક કરો https://en.wordpress.com/signup/
૨. blog address માં તમારે જોઈતું બ્લોગ નું નામ પસંદ કરી અને ત્યાં લખો, ત્યાર બાદ તમારું યુઝર નેમ અને પાસવર્ડ લખો અને તમારું ઈમેલ અડ્રેસ લખો.
૩. ભાષા પસંદગીના લીસ્ટમાંથી ગુજરાતી પસંદ કરો અને છેલ્લે create blog પર ક્લિક કરો
૪. તમારું નામ, અટક અને તમારા વિષે લાખો અને save profile પર ક્લિક કરો. અને તમારા મેઈલ ચેક કરો, તેમાં વર્ડપ્રેસનો નીચેના ફોટા જેવો મેઈલ આવ્યો હશે.
૫. તેમાં activate blog પર ક્લિક કરો અને તમારો પોતાનો બ્લોગ તૈયાર. નીચેનો ફોટો જુવો તમને આવી સ્ક્રીન ખુલેલી દેખાશે.
૭. જો તમારે થીમ પસંદ કરાવી હોય તો appearance પર માઉસનું કર્સર લઇ જાઓ તો તમને નીચેના ફોટા જેવું નવું window ખૂલેલું દેખાશે
૮. તેમાં Themes પર ક્લિક કરો અને તમને ગમે તેવી થીમ પસંદ કરો અને acrtivate પર ક્લિક કરો, અને તમે પસંદ કરેલી થીમ તમારી
૯. હવે posts પર ક્લિક કરો અને all posts પર ક્લિક કરો અહી થી થામને તમારા લખાયેલા હરેક લેખો જોવા મળશે, નીચેનો ફોટો જુવો
૧૦ અત્યારે ત્યાં ઉદાહરણ રૂપે Hello world નામનો એક પોસ્ટ તૈયાર દેખાશે. Hello world પર માઉસ લઇ જવાથી “સંપાદન કરો | quick edit | trash | view” આટલા ઓપ્શન જોવા મળશે. “સંપાદન કરો” પર ક્લિક કરવાથી તે ખુલી જશે, જો તમારે સુધારા વધારા કરવા હોય તો તેમાંથી થશે. trash થી તે ડીલીટ થશે, view થી તમે તેને તે ઓનલાઈન કેવો દેખાય છે તે જોઈ શકશો. અને quick એડિટ થી તમે તેના ટેગ અને કેટેગરી, નામ વગેરે બદલી શકો છો. આપણે અત્યારે તેને ડીલીટ કરવાનો છે તો trash પર ક્લિક કરો
૧૧. હવે નવું ઉમેરો પર કલીક કરો, ત્યાંથી નવા લેખ લખવામાં આવે છે. નીચેનો ફોટો જુવો૧૨. તમારા બ્લોગનું નામ આપો અને કઈ પણ પોસ્ટ એરિયામા લખો, નીચેનો ફોટો જુઓ
૧૪. બસ તમારો પહેલો લેખ તૈયાર… હવે http://તમારા બ્લોગનું નામ.wordpress.com બ્રાઉઝર મા લખો અને તમારો બ્લોગ તમે જાતેજ જોઇલો… બસ હવે નિયમિત પણે થોડો સમય નવા નવા લેખ લખ્યા કરો અને થોડા સમયમા ગૂગલ સર્ચ મા પણ તમે તમારો બ્લોગ શોધી શકશો.. હા દોસ્તોને અને સબંધીઓ ને જણાવવાનું ચુકતા નહિ…
હવે આપણે જોઈએ blogger મા કઈ રીતે બ્લોગ બનાવવો
1. http://www.blogger.comપર ક્લિક કરો અને તમારા ગૂગલ એકાઉંટથી લોગીન કરો
2. create a blog પર ક્લિક કરો 3. blog title મા તમારા બ્લોગ નું નામ આપો, અને blog address (URL) મા તમારા બ્લોગનું નામ વગર સ્પેસ થી લાખો અને તે ઉપલબ્ધ છે કે નહિ તે જુઓ અથવા બીજું કોઈ નામ રાખી જુઓ૪. હવેની સ્ક્રીન મા તમને ગમતી થીમ એટલે કે ટેમ્પલેટ પસંદ કરો અને continue પર ક્લિક કરો અને પછીની સ્ક્રીન મા start blogging પર ક્લિક કરો
૫. તમારી સ્ક્રીન પર નવા લેખ લખવા માટેની window ખુલી ગઈ હશે, title મા તમારા લેખ નું નામ લખો અને નીચે લેખ લાખો અને priview કરો અથવા publish કરો.. હા, તમે ભાષા પણ પસંદ કરી શકો છો
બસ તમારો બ્લોગ તૈયાર… ઉપર view blog પર ક્લિક કરો અને તમારો બ્લોગ જોઇલો… હવે http://મારો બ્લોગ .blogspot.in/ બ્રાઉઝર મા ખોલશો તો તે ખુલી જશે..
પરંતુ એક મિનીટ, હવે ટૂલ અને થીમ નું શું? તે આગળના લેખમાં જણાવવામાં આવશે. અને હા, આ બ્લોગસ્પોટ કે વર્ડપ્રેસ તમારા બ્લોગના નામની સાથે જોડાયેલું રહે છે તેના બદલે સીધું તમારા બ્લોગનું નામ જોઈતું હોય તો ડોમેનનેમ લેવું પડે.. જેમકે ahukar.blogspot.com ને બદલે www.tahukar.com જોઈતું હોય તો બ્લોગર મા ૫૦૦ રૂપિયા વર્ષે ફી છે. અને વર્ડપ્રેસ મા ૭૫૦ જેવી ફી છે. અને તમારે હોસ્ટીંગ કરાવવું હોય તો godaddy જેવી હોસ્ટીંગ કંપનીમાંથી ડોમેનનેમ અને વેબસ્પેસ ખરીદવી પડે, godaddy મા વર્ડપ્રેસ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે આગળના લેખમા જણાવવામાં આવશે.તો વાંચતા રહો.. અને હા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ કોમેન્ટ્સમા પૂછી શકો છો.