share Knowledge with JayNandasana


Thursday, 3 January 2013

ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો


ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો

Written by જય on. Posted in સુવિચાર
dhirubhai ambani quotes
મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી
આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે
આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ
નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી
જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો
દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે
તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો
યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે
સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે
સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું
ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે
લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય
કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ
તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ કે છે તો ઘણા તેને છોડી દે છે