share Knowledge with JayNandasana


Sunday, 9 February 2014

Some GOOD and BEST THinking and SUvi4ar


 
પૈસાથી એક સારું કૂતરું ખરીદી શકાય પરંતુ તેના પ્રત્યેનો પ્રેમ હોય તો જ તે આપણને જોઇને પૂંછડી પટપટાવે

એક સાચા નિર્ણયથી આપણો આત્મવિશ્વાસ બમણો થાય અને એક ખોટા નિર્ણયથી આપણને બમણો અનુભવ મળે. તેથી બન્ને કેસમાં ચિંતિત થવાની જરૂર નથી

પ્રેમમાં પડવાં પાછળનું કારણ આકર્ષણ એકલું હોઇ શકે નહીં

પ્રશ્ન ક્યારેયપણ મુર્ખતાભર્યો નથી હોતો લોકો મુર્ખ હોય છે

વિશ્વને સારા માણસો નહીં પણ સારી માણસાઇ જોઇએ છે

જીવન કેમેરા જેવું છે, તમે જે મેળવવા માગો છો તેના પર ફોકસ કરો તો તમે સારું કેપ્ચર કરી શકો છો

તમારું વ્યક્તિત્વ કેવું છે એ ત્યાં સુધી ખબર ના પડે જ્યાં સુધી તમારો રૂમ ચોખ્ખો હોય

સારી વ્યક્તિએ એક કલ્પના જેવું છે, લોકો તેના વીશે વાતો ઘણી કરે છે પરંતુ તે જોવા મળતી નથી

મોંઘવારીને ચરબી જેટલી વધે તેટલી ખરાબ

સૌથી સારી લાગણીએ છે જેનું વર્ણન કરવા માટે શબ્દો ન જડે

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે,
પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે

પુરુષને મહાત કરવા સ્ત્રી પાસે બે વિશેષતા છે, એક રડી શકે છે અને બીજી એ ધારે ત્યારે રડી શકે છે

બુદ્ધી હડતાળ પર ઉતરે છે ત્યારે જીભ ઓવર ટાઇમ કરે છે

2 ગેટ અને 2 ગિવ ઘણી સમસ્યાઓને જન્મ આપે છે, પરંતુ તેને ડબલ કરી દેવામાં આવે, એટલે કે, 4 ગેટ અને 4 ગિવ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી દેશે

સારી બાબતો જિદંગીના માર્ગ પર આવી જ રહી છે, બસ તમે ચાલવાનું ચાલું રાખો

પ્રાર્થના ઇશ્વરનો મોબાઇલ નંબર છે, ડાયલ કરતાં રહો ક્યારેક તો તમારો ફોન ઉપડશે જ

જિંદગી ઘણી કપરી છે પરંતુ છે ઘણી સુંદર

જિંદગી જીવવાની બે રીત છે કાં તો કોઇ એક ખૂણે રડી લેવું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવું

જો તમે બે લોકોને એક જ સમયે પ્રેમ કરતા હોવ તો તમારે બીજી વ્યક્તિને પસંદ કરવી જોઇએ કારણ કે, જો તમે પ્રથમ વ્યક્તિને ખરી રીતે પ્રેમ કરતા હોત તો તમે બીજી વ્યક્તિના પ્રેમમાં ક્યારેયપણ ન પડ્યાં હોત

જો તમે કોઇ યોગ્ય વ્યક્તિની શોધમાં વ્યસ્ત છો, તો તમે એક એવી અયોગ્ય વ્યક્તિને ગુમાવી દેશો કે જે તમારા જીવનને યોગ્યરીતે ખુશીઓથી ભરી દેશે

No comments :

Post a Comment