share Knowledge with JayNandasana


Sunday, 6 January 2013

કેટલીક શૈક્ષણિક વેબસાઈટ ની યાદી

  • કેટલીક શૈક્ષણિક વેબસાઈટ ની યાદી 

  1. www.egurucool.com
  2. www.schoolcircle.com
  3. www.netvarsity.com
  4. www.onlinevarsity.com
  5. www.shiksha.com
  6. www.buckleyourshoe.com
  7. www.freeskills.com
  8. www.smartforce.com/smb
  9. www.examsonline.com
  10. www.competitionmaster.com
  11. www.mastertutor.com
  12. www.zeelearn.com
  13. www.netprotraining.com
  14. www.careerlauncher.com
  15. www.classteacher.com
  16. www.gurukulonline.com
  17. www.iln.net
  18. www.esaras.com
  19. www.lycoszone.com
  20. www.pinkmonkey.com
  21. www.schoolsofcalcutta.com
  22. www.entranceguru.com
  23. www.pentafour.com
  24. www.Qsupport.com
  25. www.intelsyseducation.com
  26. www.niit.com
  27. www.aptech.com
  28. www.institute.net
  29. www.indiaedu.com
  30. www.educationbangalore.com
  31. www.upsc.gov.in
  32. www.ed.gov
  33. www.educationworld.com
  34. www.nativechild.com
  35. www.educationtimes.com
  36. www.chemketaonline.com
  37. www.getsmartonline.com
  38. www.fastboot.scom
  39. www.batchmates.com
  40. www.fluentzy.com
  41. www.15-21.com
  42. www.teenfunda.com
  43. www.sparkinglearning.com
  44. www.zipahead.com
  45. www.wiltiky.com
  46. www.bostonci.com
  47. www.sophiaopp.org
  48. www.mindzones.com
  49. www.kaplancollege.com
  50. www.tutor4computer.com
  51. www.talentduniya.com
  52. www.worlduonline.com
  53. www.englishpractice.com
  54. www.barkeley.edu
  55. www.utexas.edu
  56. www.mit.edu
  57. www.umich.edu
  58. www.uiuc.edu
  59. www.upenn.edu
  60. www.wisc.edu
  61. www.harvard.edu
  62. www.cornell.edu
  63. www.unc.edu
  64. www.education-world.com
  65. www.novell.com
  66. www.gnacademy.org
  67. www.shawguides.com
  68. www.ias.org
  69. www.apple.com
  70. www.classroom.net
  71. www.allindia.com
  72. www.funbrain.com
  73. www.petersons.com
  74. www.educationplanet.com
  75. www.discoveryschool.com
  76. www.eduplace.com.com
  77. www.free-ed.net 

Thursday, 3 January 2013

કુદરતની 7 અજાયબીઓ (સમયાંતર)



કુદરતની 7 અજાયબીઓ (સમયાંતર)


સ્વિટ્ઝર્લેન્ડના સેવન વન્ડર ફાઉન્ડેશને’ ૧૧-૧૧-૧૧ ના દિવસે સાત કુદરતી અજાયબીઓની પણ જાહેરાત કરી દીધી છે. આમ તો કુદરતની દરેક રચના અજાયબી ભરી છે પણ આ સેવન વન્ડર ખરા અર્થમાંવન્ડરફુલ છે! એ સાત અજાયબીઓ કઈ છે અને કેવી છે?એક શાબ્દિક સફર...
 
ઈગુઆઝુ ધોધ (બ્રાઝિલ અને આર્જેન્ટિના)
૧૫૪૧માં રખડતા રખડતા સ્પેનિશ પ્રવાસી ડોન અલ્વરે આ ધોધ જોયેલો.ધોધ સુધી પહોંચનારો તે પહેલો યુરોપિયન હતો.
એમેઝોનનાં વર્ષા જંગલોમાંથી પસાર થતી ઈગાઝુ નદી પર આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદે ૮૦ મીટર નીચે પાણી ખાબકે છે, ત્યાં આ ધોધ સર્જાય છે. ઈગુઆઝુ ધોધ જગતના સૌથી મોટા ધોધ પૈકીનો એક છે. આખો ધોધ તો અર્ધગોળાકાર આકારમાં પોણા ૩ કિલોમીટર (૨૭૦૦ મીટર) સુધી ફેલાયેલો છે. એવા આકારને કારણે એ ડેવિલ્સ થ્રોટ (શેતાનનું ગળું)ના હુલામણા નામે પણ ઓળખાય છે.
ધોધની કુલ ૨૭૫ શાખાઓ છે એટલે કે પોણા ત્રણસો નાના ધોધ એકઠા થઈને એક ધોધ બન્યો છે. ધોધ આસપાસ ફેલાયેલાં વર્ષા જંગલોમાં બે નેશનલ પાર્ક છે, જ્યાં ૨૦૦૦ કરતાં વધારે પ્રકારના સજીવોનો વસવાટ છે. બ્રાઝિલના કુરુટિબામાંથી શરૂ થતી ઈગાઝુ નદી થોડા પ્રાંતમાં બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચે સરહદનું કામ પણ કરે છે. ૧૯૮૬માં આવેલી રોબર્ટ ડી નીરોની ફિલ્મ ‘ધ મિશન’માં આ ધોધનો દર્શનીય નજારો દર્શાવાયો છે. ફિલ્મનો સૌથી જાણીતો સીન પણ એ જ છે, જેમાં કોઈ ઉપરથી ધોધમાં નીચે પડતું હોય છે. ઈગાઝુ નેશનલ પાર્કને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી છે.

પોર્ટુ પ્રિન્સેસા અન્ડર ગ્રાઉન્ડ નદી (ફિલિપાઈન્સ)
૨૦૦૭ સુધી પોર્ટુ પ્રિન્સેસા સૌથી મોટી અન્ડરગ્રાઉન્ડ નદી હતીપરંતુ મેક્સિકોના યુક્તાન પ્રાંતમાં ૧૫૩ કિલોમીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ નદી મળી આવી છે. હવે ૨૦૧૧માં એમેઝોન નીચે પણ સમાંતર વહેતી નદી નોંધાઈ છે.
ફિલિપાઈન્સના પોર્ટુ પ્રિન્સેસા શહેર જે ટાપુ પર વસેલં છે ત્યાં તળિયે ૮.૨ કિલોમીટર લાંબી નદી વહે છે! એકચ્યુલી પોર્ટુ ટાપુ પર એક ગુફા છે જેમાં આ નદી વહે છે. કોઈ ડ્રેસ મટીરિયલથી લથબથ દુકાનમાં પ્રવેશતી વખતે ફરતી બાજુ વસ્ત્રો ટીંગાતાં હોય એમ આ નદીમાં પ્રવેશતી વખતે ગુફાના પથ્થરો ઝળુંબતા દેખાય.
દક્ષિણ ચીની સમુદ્રમાં મળતા પહેલાં આ નદી લાઈમ સ્ટોનના ખડકો (ચૂનાના પથ્થરો)માંથી પસાર થાય છે. પરિણામે પથ્થરો કોતરીને વિશાળ ચેમ્બરો બનાવી હોય એવી ગુફાઓ બની ગઈ છે. સૌથી મોટી ચેમ્બર ૧૨૦ મીટર પહોળી અને ૬૦ મીટર (૨૦૦ ફીટ) ઊંચી છે. આખી નદી પહાડ નીચે હોવા છતાં હોડીમાં બેસીને તેનો પ્રવાસ કરી શકાય છે. એટલે એ સમયે પ્રવાસીની હાલત ઉપર પર્વત અને નીચે પાણી એવી અને વળી તેની નીચે ફરીથી પર્વત એવી હોય છે!
ટેબલ માઉન્ટેન (દક્ષિણ આફ્રિકા)
બાય ધ વેમહારાષ્ટ્રના પંચગીનીમાં પણ આવો એક સપાટ ટોચ ધરાવતો પર્વત છે અને ત્યાં રાજા હિન્દુસ્તાની’ સહિતની ઘણી ફિલ્મોનાં શૂટિંગ થઈ ચૂક્યાં છે.
નામ પ્રમાણે જ આ પર્વતનો આકાર ટેબલ જેવો છે. દક્ષિણ આફ્રિકી શહેર કેપટાઉનના છેવાડે આવેલો આ પર્વત જાણે વિશાળ ટેબલ બનાવ્યું હોય એવો દેખાય છે. એ કુદરતી ‘ટેબલ’ પર જવા માટે રોપ-વેની વ્યવસ્થા છે. ૧૮૬૫માં બ્રિટિશર થોમસ મેકલરે સૌથી પહેલાં આ પર્વતનું માપ કાઢયું. પર્વત સમુદ્ર સપાટીથી ૩,૫૬૩ ફીટ ઊંચો છે. જોકે તેના પર પહોંચનાર સૌથી પહેલો તો એન્ટિનિયો સાલ્ડાન્હા નામનો પોર્ટુગીઝ કેપ્ટન હતો.
એ છેક ૧૫૦૩માં ટેબલ માઉન્ટેન પર પહોંચેલો. એ પહેલાં પણ કોઈ એ પર્વત પર પહોંચ્યું હોઈ શકે પણ તેની કોઈ નોંધ નથી. સાહસિકો માટે ટ્રેકિંગ, વોકિંગ,ક્લાઈમ્બિંગ દ્વારા પર્વત પર ચડવાની એક્ટિવિટી અહીં સતત ચાલતી રહે છે. વળી પર્વતના બાકોરામાં રહેલી ગુફાઓ પણ સાહસિકોને આકર્ષે છે. વાદળો ટેબલ માઉન્ટેન પરથી પસાર થતાં હોય ત્યારે વળી ત્યાં વિશાળ ગાદલું પાથર્યું હોય એવું દૃશ્ય સર્જાય છે. ઉપરથી કેપટાઉનનો દરિયાકિનારો, આખું શહેર અને દૂર દૂર સુધીનો નયનરમ્ય નજારો દેખાય છે. ૨.૬ કરોડ વર્ષ જૂનો આ પર્વત જગતના સૌથી પ્રાચીન પર્વતો પૈકીનો એક છે.
હાલોંગ બે (અખાત) (વિએટનામ)
બોન્ડ સિરિઝની ફિલ્મ ટુમોરો નેવર ડાઈઝના કેટલાક સીન્સ અહીં શૂટ થયા છે.
ફિલ્મ અવતારમાં ઊડતા પહાડો દેખાય છે એવા ઊડતા તો નહીં પણ એટલા જ કે એનાથી વધારે બ્યુટીફૂલ પહાડો-ખડકો જોવા હોય તો હાલોંગ બીચની મુલાકાતે જવું પડે. ૧૨૦ કિલોમીટરના દરિયાકાંઠામાં ફેલાયેલા લાઈમ સ્ટોનના ૧૬૦૦ જેટલા પથ્થરો કે પહાડો હજારો પ્રવાસીઓને આકર્ષે છે. વળી દરિયાના શુદ્ધ પાણીમાં ખાસ્સા ઊંડે સુધી ફેલાયેલી કોરલ રિફ જોઈ શકાય છે. સપાટી પર રેતીના નાના-નાના ઢગલા કર્યા હોય એવા આ ટાપુઓ દૂરથી દેખાય છે.
કોઈની વળી સપાટ દીવાલો છે, તો કોઈકનો આકાર ટાવર જેવો છે. ક્યાંક ક્યાંક બે પથ્થરો બાજુ બાજુમાં રહી જોડિયા ભાઈ હોય એમ ઊભા છે એટલે એમની વચ્ચે હોડી પસાર થઈ શકે એવી ગુફાઓ પણ બની છે. આ પથ્થરિયા ટાપુઓ પર માણસોનો ક્યાંય વસવાટ નથી અને પ્રવેશ કરવાની પણ મહદઅંશે મનાઈ છે. પરિણામે તેનું પર્યાવરણ જોખમાયું નથી. આ અખાતની બ્યૂટી હજુ સુધી અકબંધ છે અને અકબંધ રહે એ માટે વિએટનામ સરકારે બહુ આકરા કાયદા કાનૂન રાખ્યા છે. હેલોંગ અખાત પણ ૧૯૯૪થી વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. તો વળી જગતના સૌથી સુંદર દરિયાકાંઠાઓમાં પણ તેનો સમાવેશ થાય છે.
જેજુ આઈલેન્ડ (દક્ષિણ કોરિયા)
૧૨મી સદીમાં આ ટાપુ પર લશ્કરી મથક હતું. હવે ફરીથી કોરિયન સરકાર ત્યાં ડિફેન્સ અડ્ડા બનાવવાની તૈયારીમાં છે.
દક્ષિણ કોરિયાના પણ દક્ષિણ છેડે આવેલા જેજુ ટાપુઓ હનીમૂન માટે ફેરવિટ છે. અમેરિકાના હવાઈ ટાપુ સુધી જે જઈ ન શકે એ અહીં આવે છે, કેમ કે એ ટાપુઓ મિની હવાઈ ટાપુ જેવા છે. પર્વતો, ધોધ, દરિયાકાંઠો, રેતાળ બીચ વગેરે આકર્ષણો અહીં એકસાથે ભેગાં થયાં છે.
જ્વાળામુખીથી બનેલા આ ટાપુ પર સ્થાનિક પ્રજાના ઈશ્વર ઉદ્ભવ્યા હોવાની પણ માન્યતા છે. એક મોટા હીરા ફરતે નાના નાના સંખ્યાબંધ હીરાઓ ગોઠવાયા હોય એમ એક મોટા વોલ્કેનિક ટાપુ ફરતે ૩૬૦ નાના જ્વાળામુખી કેન્દ્રો દરિયા બહાર ડોકાય છે. એટલે આકાશમાંથી એ નજારો જોવા જેવો થાય છે. ટાપુ હવે બે શહેરોમાં વહેંચાયેલો છે.
એમેઝોનનાં વર્ષા જંગલો (દક્ષિણ અમેરિકા ખંડના ૯ દેશો)
એમેઝોનનો પટ ક્યાંક તો સો કિલોમીટર પહોળો છે પણ નદી આખી પાર કરી શકાય એવો એક પણ પૂલ તેના સાડા છ હજાર કિલોમીટર લાંબા વહેણમાં નથી!
કોઈ પણ કુદરતી અજાયબીનું લિસ્ટ એમેઝોનનાં વર્ષા જંગલો વગર અધૂરું જ ગણાય. ભારત કરતાં લગભગ બે ગણા (૬૦ લાખ ચોરસ કિલોમીટર) વિસ્તારમાં ફેલાયેલાં આ જંગલો જગતનાં સૌથી ગાઢ જંગલોમાં સ્થાન પામે છે. આખા જગતમાં જેટલાં વર્ષા જંગલો (રેઈન ફોરેસ્ટ) છે એમાંથી અડધાં અહીં છે. સૌથી મોટી એમેઝોન નદીની બન્ને બાજુ વિસ્તરેલાં આ જંગલો સાહસિકો માટે ડ્રીમ ડેસ્ટિનેશન છે.જેગુઆર નામે ઓળખાતો દીપડાનો પ્રકાર માત્ર આ જ જંગલોમાં જોવા મળે છે, તો એનાકોન્ડા જેવા વિશાળકાય સાપના બહુ ઓછા ઘર પૈકીનું એક ઘર એમેઝોનનાં જંગલો છે. જંગલો એટલાં મોટાં છે કે દક્ષિણ અમેરિકા ખંડનો ૪૦ ટકા ભાગ તેની છાયામાં આવી જાય છે. જંગલમાં ૪૦ હજાર કરતાં વધારે પ્રકારનાં વૃક્ષો છે અને સજીવોનો તો પાર નથી.૩૫૦ પ્રકારની આદિવાસી પ્રજાતિઓ અહીં રહે છે.
જમીન પર પથરાયેલા વેલાથી માંડીને ૨૦૦-૨૫૦ ફીટ ઊંચાં વૃક્ષો સુધીની વરાયટી અહીં ઉપલબ્ધ છે. જગતનો સૌથી ઊંચો (એકાદ કિલોમીટર) એન્જલ ધોધ પણ આ જંગલની ભાગોળે આવેલો છે. તેના વિશાળ કદને કારણે તેને પૃથ્વીનાં ફેફસાં પણ કહેવામાં આવે છે. મય, ઈન્કા અને આઝતેક સંસ્કૃતિનાં કેટલાંક નગરો આ જંગલોમાં દટાયેલાં પડયાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી જોકે વિકાસની દોટમાં સામેલ થયેલો દેશ બ્રાઝિલ ખેતરાઉ જમીન વધારવા જંગલો કાપી રહ્યો છે.
કોમોડો નેશનલ પાર્ક (ઇન્ડોનેશિયા)
છેલ્લાં ૩૫ વર્ષમાં કુલ ચાર વખત કોમોડો ડ્રેગનના હુમલા નોંધાયા છે. ૧૯૭૪૨૦૦૦૨૦૦૭ અને ૨૦૦૯માં.
મગરના કદનો કાચિંડો ક્યાંય જોયો છે? જોવાનું તો ઠીક તેની તો કલ્પના પણ મુશ્કેલ છે પણ જો ઇન્ડોનેશિયાના કોમોડો ટાપુ પર તમે પહોંચો તો તમને કોમોડો ડ્રેગન નામે ઓળખાતા આવા કાચિંડા જોવા મળશે. અને તમે સાવધાન નહીં હો તો થોડી વારમાં તમારો શિકાર પણ થઈ જઈ શકે છે! જમીન પર મગરની જેમ ચાલતા આ વિશાળકાય કાચિંડાઓ આખા જગતમાં અહીં જ જોવા મળે છે. તેમના રક્ષણ હેતુથી ૧૯૮૦થી કોમોડો અને બીજા બે ટાપુને કોમોડો નેશનલ પાર્ક જાહેર કરી દેવાયો છે. આ બધા ટાપુ જ્વાળામુખીના પ્રતાપે બનેલા છે.
દસેક ફીટ લાંબા, ૬૦-૭૦ કિલો વજનના આ કાચિંડાઓની વસતી અહીં લગભગ ૨૫૦૦ જેવી છે. ૧૮૧૭ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા પાર્કમાં કોમોડો ડ્રેગન ઉપરાંત બીજા ઘણા સજીવો જોવા મળે છે. બે ટાપુઓ વચ્ચે દરિયાના પાણીમાં કોરલ રીફની સમુદ્ધિ પણ ખરી. ડાયનોસોર નાશ પામ્યા પરંતુ તેમની જીવંત પ્રતિકૃતિ જેવા આ કાચિંડા લાખો વર્ષોથી આ ટાપુ પર જ રહે છે. ટાપુ આસપાસ લગભગ ચારેક હજાર લોકોનો વસવાટ છે. કોમોડો ડ્રેગનના દાંત શાર્ક માછલી જેવા તિક્ષ્ણ હોય છે. આ ટાપુથી આમ તો સ્થાનિક વસવાટ કરનારાઓ દૂર જ રહે છે, પણ ક્યારેક કોઈ ડ્રેગનની હડફેટે ચડે તો તેમના હાડકાં ભાંગ્યાં વગર રહેતાં નથી.
અજાયબીઓ નક્કી કરવાનું બીડું સ્વિટ્ઝર્લેન્ડના ફિલ્મ મેકર અને મ્યુઝિયમ ક્યૂરેટર બર્નાડ વેબરે ઝડપ્યું છે. ૨૦૦૧માં તેણે સેવન વન્ડર ફાઉન્ડેશન સ્થાપ્યું. ૧૧-૧૧-૧૧ની તારીખ પસંદ કરી તેણે સાત અજાયબીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ૨૦૧૨માં એ જાયબીઓની ઝાકમઝોળ સાથે સત્તાવાર જાહેરાત થશે. લિસ્ટ અને વેબર વિશે થોડા-ઘણા વિવાદો પણ થયા છે.
નોમિનીઝ આર ધ..
સાત અજાયબીઓ જાહેર થતાં પહેલાં ૨૮ અજાયબીઓ ફાઈનલ લિસ્ટ માટે નોમિનેટ થયેલી. એમાંથી ફાઈનલમાં નથી પહોંચી એ અજાયબીઓ...
નામદેશ
એન્જલ ધોધવેનેઝુએલા
ફન્ડીનો અખાતકેનેડા
બ્લેક ફોરેસ્ટજર્મની
બુ તિન્હા ટાપુયુ.એ.ઈ.
મોહરની કરાડોઆયર્લેન્ડ
મૃત સમુદ્રઈઝરાયેલ, જોર્ડન,પેલેસ્ટાઈન
અલયાંકનાં જંગલોપોર્ટુરિકો
ગાલાપાગોસઇક્વેડોર
ગ્રાન્ડ કેન્યન ખીણયુ.એસ.એ.
ગ્રેટ બેરિયર રીફઓસ્ટ્રેલિયા
જૈતા ગ્રોટો ગુફાઓલેબનોન
કિલિમાન્જારો પર્વતટાન્ઝાનિયા
માલદિવ્સ ટાપુઓમાલદિવ્સ
માઉન્ટેઈન લેકપોલેન્ડ
માઉન્ટ વિસુવિયસઈટાલી
માઉન્ટ ર્કાિવનોઈટાલી- સ્વિત્ઝરલેન્ડ
મિલફોર્ડ સાઉન્ડન્યૂઝિલેન્ડ
આર્યસ રોક્સઓસ્ટ્રેલિયા
સુંદરવનભારત-બાંગ્લાદેશ
મડ વોલ્કેનોઅઝરબૈઝાન
યુશાન પર્વતમાળાચીન-તાઈપેઈ

અજબ-ગજબ આકાર ધરાવતી ગાડીઓ : જૂઓ તસવીર

અજબ-ગજબ આકાર ધરાવતી ગાડીઓ : જૂઓ તસવીર

દુનિયામાં કેટલાક લોકો એવા છે કે જેમને હરવા ફરવાનો બહું જ શોખ હોય પરંતુ કોઈ સામાન્ય ગાડીમાં નહી પણ પોતાની કઈંક ખાસ ગાડીમાં. તેમનો આ શોખ જ તેમની ગાડીઓને આપે છે અજબ-ગજબનો લુક. તમે પણ એક નજર નાખો અવનવા આકારમાં સજાવેલ ગાડીઓ.

























ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો


ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો

Written by જય on. Posted in સુવિચાર
dhirubhai ambani quotes
મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી
આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે
આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ
નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી
જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો
દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે
તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો
યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે
સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે
સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું
ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે
લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય
કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ
તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ કે છે તો ઘણા તેને છોડી દે છે

Wednesday, 2 January 2013

હેડકી


હેડકી

સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
ગોળના પાણીમાં સૂંઠ ઘસી થોડી થોડી વારે સૂંઘવાથી હેડકી બંધ થાય છે.
શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોંમાં લેવાથી હેડકી બંધ થાય છે.
નાળિયેરના છેડાને બાળી તેની રાખ મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
ગાજર પીસીને સૂંઘવાથી હેડકી બંધ થાય છે.
તુલસીનો રસ 10 ગ્રામ અને મધ 5 ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
જીરું ખાવાથી હેડકી બંધ થાય છે.
આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
દૂધમાં સૂંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
સરગવાના પાનનો પીવાથી હેડકી બંધ થાય છે.
હેડકીના રોગીને ઠંડી ચીજવસ્તુ, ફ્રીઝ-કોલ્ડ વસ્તુ, ઠંડા પીણા, વાસી કંઈ ન આપવું.
એકવાર ગરમ અને એકવાર ઠંડું દૂધ વારાફરતી મધ અને ખાંડ નાખેલું પીવા આપવું અને તેનાથી નસ્ય કરવું.
વિરેચન દ્રવ્યો યુક્ત ઘી પીવાથી તરત હેડકી બંધ થાય છે.
દશમૂળનો કવાથ, હિંગ્વાદી ચૂર્ણ આપવાથી હેડકી બંધ થાય છે.
આમળાના રસમાં મધ અને પીપરનું ચૂર્ણ નાખી ચાટવાથી હેડકી બંધ થાય છે.
મયુરપિચ્છ ભસ્મ જરાક જેટલી મધમાં ચાટવાથી હેડકીમાં રાહત થાય છે.
મોરના પીંછા અથવા લીંબુના છોતરા બાળીને બનાવેલી ભસ્મ પાણી સાથે લેવી.
બોરડીની છાલ અને લવિંગ વાટી મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
બીજોરું અને સાકર મધ કે ઘી સાથે ખાવાથી હેડકી બંધ થાય છે.
ખડસલીયાની ડુંડીનું ચૂર્ણ પાણીમાં વાટીને પીવાથી હેડકી બંધ થાય છે.
અશેળીયો પાણીમાં પલાળી પીવાથી હેડકી બંધ થાય છે.
અધેડાના રસમાં આદુ અને મધ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
નગડના બી અને પીપરના કાઢામાં શેકેલી હિંગ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
કાંકચીયા પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી હેડકીમાં રાહત થાય છે.
મોરપીંછના ચાંદલાની ભસ્મ તથા લીંડીપીપર મધમાં ચાટવાથી તાવ સંબંધી હેડકી ને ઉલટી મટે.
બીજોરાનો રસ, સિંધવ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
જેઠીમધનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી હેડકી બંધ થાય છે.
સરગવાનું મૂળ ગાયની છાશમાં ઘસી હિંગ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
આમળા, પીપર, સૂંઠનો કાઢો સાકર નાખી પીવાથી હેડકી બંધ થાય છે

તમારા બ્લોગનું પુસ્તક છપાવો


તમારા બ્લોગનું પુસ્તક છપાવો

Written by જય on. Posted in બ્લોગીંગ
Blog to Bookblog_to_book
 
કોઈપણ માણસ બ્લોગર બની શકે છે. પરંતુ દરેક માણસનું પોતાનું પુસ્તક નથી છપાતું. પરંતુ sharebok ની blog2print નામની સર્વિસથી તમે તમારા પોતાના બ્લોગનું પુસ્તક છપાવી શકો છો. અને તેની કીમત $૧૪.૯૫ (લગભગ ૭૫૦) જેવી છે. જો તમને તમારા બ્લોગનું પુસ્તક છપાવવું હોય તો નીચે જણાવેલ માહિતીને અનુસરો:
૧. blog2print on શરેબૂક પર ક્લિક કરો
૨. તમારા બ્લોગની url ટાઇપ કરો
૩. તમારા પુસ્તક માટે કવર ફોટો અપલોડ કરો.
૪. તમારા અથવા તમારા બ્લોગ વિષે થોડું લાખો.
૫. ઓર્ડર આપો.
બસ, તમે થોડા દિવસમાં તમારું પોતાનું પુસ્તક તમારા હાથમાં મેળવી લેશો.

બ્લોગરના સમય બગાડે એવા ૫ શોખ


બ્લોગરના સમય બગાડે એવા ૫ શોખ

Written by જય on. Posted in બ્લોગીંગ
5 habit of blogger5 habit of blogger
 
બ્લોગીંગ એ ઈન્ટરનેટ તરફથી મળેલ એક મહાન ગીફ્ટ છે. તે લોકોને એક નવી ઓળખ અને નવું કામ આપે છે. આ લેખ એવા લોકો માટે છે જેઓ બ્લોગીંગ થી કમાણી કરવા માંગે છે. ખાસ કરીને ગુજરાતી લોકો પોતાના શોખ માટે બ્લોગીંગ કરતા હોય છે અથવાતો પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે, પરંતુ ઘણા એવા લોકો પણ છે જેઓ પાર્ટ ટાઇમ બ્લોગીંગ કરીને એક સાઈડ ઇન્કમ ઉભી કરવા માંગે છે અથવાતો તેમાંથી કમાવા માંગે છે.
 
પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે મોટા ભાગના બ્લોગર થોડા સમયમાં બ્લોગીંગ છોડી દે છે અથવાતો આખું વર્ષ માત્ર થોડા પૈસા કમાઈને સંતુષ્ટ રહે છે. હવે થોડું વિચારો કે કહેવાતા મોટા પ્રોફેશનલ બ્લોગર તમારા જેટલો જ સમય બ્લોગીંગ કરે છે તો પણ કેમ તમારા કરતા ૧૦૦૦ ગણું વધારે કમાય છે. નીચે એવા મુદ્દા આપેલ છે જે દરેક બ્લોગર માટે કીમતી સાબિત થઇ શકે છે.
 
Analytics: તમે ક્યારે ગણતરી કરી છે કે કેટલો સમય તમે માત્ર એનાલીટીક્સ જોવામાં વિતાવ્યો છે? થોડી થોડી વારે અથવા હરેક નવા બ્લોગ પ્રેસ કરતી વખતે અને દરેક લોગીન વખતે તમે કેટલો ટ્રાફિક થયો? એ જોવામાં અને ટ્રાફિક એનાલાઇઝિંગ માં વિતાવો છે જે સમય કદાચ તમે સારા બ્લોગ લખવામાં ફાળવી શકો છો. એનાલીટીક્સ એ મુડ બદલનાર સૌથી મોટું પરિબળ છે અને તે એક શેર બ્રોકર જેવું કામ કરે છે. લોકો એનાલીટીક્સ જુએ છે અને શેરમાર્કેટ ની સાઈકોલોજીથી પ્રવાહમાં વહી જાય છે.
 
અને સમયની બરબાદીની વાત છોડીએ અને એમ માની લઈએ કે તમને પુરતો સમય મળી રહે છે તો પણ એ તમારી બ્લોગીંગ શૈલીને બગડી નાખે છે. ઉદાહરણ જોઈએ: માંનોકે તમે સવાર સવારમાં ૪-૫ સારા લેખો લખ્યા અને તમે સાંજના એવું ઈચ્છો છો કે ગૂગલ સર તમને આ બાબતે ખુબજ જલ્દી શાબાશી આપશે. અને સર્ચ એન્જીનનું ટ્રાફિક વિઝીટર જોવા માટે તમે ઘણી વખત એનાલીટીક્સનું પાનું ખોલ્યા કરો છો. ઘણી વખત એવું બનતું હોય છે કે  તમે આજે કોઈ લેખ લખ્યો એ ગૂગલ દ્વારા આજે લીસ્ટ ના થાય અને થોડા દિવસો પછી જોવા મળે. અને દિવસના અંતે તમે એવું વિચારો કે આ શું છે? મેં મારી આંગળીઓને થકવી નાખી અને મગજ ઘસી નાખ્યું.. અને મને શું મળ્યું? ૧૦૦-૨૦૦ વિઝીટર? અને નીચેના વિચારો તમારા મગજમાં ઘુમરાયા કરે:
  • આ મારું કામ નથી.
  • મારે બીજા વિષય ઉપર લખવું જોઈએ.
  • મારે મારી લખાણ શૈલી બદલાવી જોઈએ.
  • મેં પુરતું SEO નથી કર્યું.
  • મારે બ્લોગીંગ છોડી દેવું જોઈએ…
તો મિત્રો, એનાલીટીક્સ જોવું જોઈએ પણ તેનો ભાર મગજ ઉપર ના લાદવો જોઈએ. એનાલીટીક્સ શા માટે જોવું જોઈએ તે માટે થોડા સમયમાં બીજો લેખ પ્રસિદ્ધ કરીશ.
Adsens: એડસેન્સ સ્ટેટ એ બીજું એનાલીટીક્સ જેવું જ ઘાતક વ્યસન છે. એ ક્યારેય ભૂલવું ના જોઈએ કે જો-જો નહિ કરીએ તો કમાયેલા એ રૂપિયા ક્યાય જતા રહેવાના નથી. જો એનાલીટીક્સ રાત્રીના ખરાબ સ્વપ્ન આપી શકે તો એડસેન્સ દિવસના સ્વપ્ન દેખતા કરી શકે છે.
Alexa: Alexa રેન્કિંગ ૧૦૦% સાચું હોતું નથી તો પણ તે તમે અને તમારા પ્રતિસ્પર્ધી કેટલા પાણી માં છો તે જોવા માટેનું એકમાત્ર સાધન છે. એક પ્રોફેશનલ બ્લોગર પોતાના જ લેખો સર્ચ એન્જીનમાં સર્ચ કરે છે અને તેમાં તેને હજારો નવા લેખો અને બ્લોગ મળે છે અને તે તેની આદત પ્રમાણે Alexa રેન્ક જોવે છે અને પોતાનો જ એક નવો ગોલ બનાવે છે. જો કોઈનો રેન્ક સારો હોય તો તે કઈ એક મહિના માં બનેલો હોતો નથી. Alexa કોઈની સ્ટોરી નથી આપતું તે ફક્ત કોઈનું હાલનું રેન્કિંગ જ બતાવે છે, તો પોતાનો સમય આવા રેન્કિંગ માં પણ બગાડવો ના જોઈએ અને તેમ કરતા પોતાની જાત ને રોકી ના શકાતી હોય તો તેનું ટૂલબાર ડાઉનલોડ કરી લેવું જોઈએ. પરંતુ તેની પાછળ મોટો અને કીમતી સમય બરબાદ ના કરવો જોઈએ અને સારું રેન્કિંગ મેળવવા જેવા લક્ષ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત ના કરવું જોઈએ, એના કરતા સારા લેખો લખવામાં મહેનત કરવાથી સફળતા મળે છે, અને વિશ્વાસ કરો એ અઘરું નથી હા સમય માગીલે તેવું જરૂર છે. પરંતુ કોઈને પણ સફળતા રાતો રાત નથી મળતી.
 
Themes & Plugins: સારી દેખાતી થીમ બધાને ગમે છે. આપણે જાણીએ છીએ કે સિમ્પલ અને જલ્દી લોડ થાય તેવી થીમ પસંદ કરવી જોઈએ. પરંતુ મોટા ભાગના બ્લોગર પોતાના બ્લોગની થીમ અવાર નવાર બદલ્યા કરે છે અને કોઈ સારો બ્લોગ જુવે અને સારા પ્લગીન જુવે તો એ પોતે પણ તેને અજમાવી જુવે છે.  જો તમે પણ આ જ બદલાવ અવાર નવાર કરતા હો તો તે પ્રક્રિયાને થોડી ધીમી કરવી જોઈએ.
 
link building : આપણે જાણીએ છીએ કે લીન્ક બિલ્ડીંગ કેટલું અગત્યનું છે અને ખાસ કરીને જયારે તમારો બ્લોગ સરખા વિષય વાળા બ્લોગમાં રીફર થતો હોય.. પરંતુ જરૂરી નથીકે લીન્ક બિલ્ડીંગ એ એકમાત્ર સફળતા મેળવવાની ચાવી છે. લોકોએ સફળ થવા માટે હજારો લેખો લખ્યા છે ત્યારે તેઓ સફળ થયા છે.પરંતુ અત્યારે લોકો થોડા લેખો લખીને લીન્ક બિલ્ડીંગ કરવામાં પોતાનો જુસ્સો અને સમય ખર્ચી નાખે છે.
 
લોકો કોઈપણ બૂક્માર્કીંગ સાઈટમાં જઈને પોતાના બ્લોગની એન્ટ્રી કરવામાં સમય બરબાદ કરે છે તેઓ તે નથી જાણતા કે તેમની મોટાભાગની બૂક્માર્કીંગ સાઈટ નોફોલો રુલ અપ્લાય કરેલ હોય છે આથી ત્યાં એન્ટ્રી કરવામાં કોઈ ફાયદો થતો નથી. ફક્ત “DOFOLLOW” રુલ વળી સાઈટ પર જ લીન્ક બિલ્ડીંગ કરવાથી ફાયદો થાય છે.
 
 તો ઘણા લોકો દરેક બ્લોગમાં જઈને સિગ્નેચર સાથે કોમેન્ટ્સ આપવા લાગે છે, પરંતુ તેમના મોટા ભાગના બ્લોગ નવા જ હોય છે અને તેઓ પણ પેજ રેન્ક અને લીન્ક જ્યુસ માટે વલખા મારતા હોય છે. અને આ તો ભિખારી પાસે ભીખ માગવા જેવું થયું.. ખરુંને? કોઈ મદદ નહિ મળે! સારા રેન્ક વાળા બ્લોગમાં જઈને સારી કોમેન્ટ કરો તો તે “Approved” થઇ શકે છે અને તેઓ “DOFOLLOW” વાળા બ્લોગ હશે તો ઘણું સારું.. 
ઘણા લોકો ફોરમ માં જઈને લીન્ક બિલ્ડીંગ શરુ કરે છે અને થોડા સમયમાં તેમને ખબર પડે છે કે તેમની લીન્ક્સ ડીલીટ થઇ ચુકી છે અને તેઓ BANNED… !!! :-(   કેવો સમય અને બ્રોડબેન્ડ નો બગાડ થયો કહેવાય…
 
આપણે Bookmarking, feed submission, અને commenting વગેરે કરવું જોઈએ પરંતુ લીમીટમાં. SEO એ ફક્ત દવા છે અને ઘણી વખત દવાનો હાઈ ડોઝ લેવાથી મોટું નુકશાન થઇ શકે છે. તેવી જ રીતે મોટી લીન્કની ખેતી કરીએ તો ગૂગલ કાકા આપણને સજા પણ કરી શકે છે. હા, ઓવર ઓપ્ટીમાઈઝેશન એ ઘટક નીવડી શકે છે. તમારા નવા લેખ અને મૌલિક વિચારસરણી જ આખરે હુકમના એક્કાનું કામ કરે છે.SEO એ માત્ર ટ્રીક છે. હવે વિચારો કે તમે ૧૦ કરતા પણ ઓછા પોસ્ટ લખ્યા હોય અને લીન્ક બિલ્ડીંગ કરીએ તો એ ઘરમાં આનાજ વગર મહેમાનો ને આમંત્રણ આપવા જેવો ઘટ થાય કે નહિ?
 
આજના જમાનામાં બ્લોગીંગ એ સારો વ્યવસાય છે અને તમને સો ટકા સફળતા અને કલ્પના પણ ના કરી હોય તેટલી આવક અપાવી શકે છે. પરંતુ એક વિચાર મગજ માં ઠસાવવો પડે કે એ એક રાતમાં નથી બનતું. ઘણી વખત રોજના ૮ કલાક જેવો સમય ફાળવવા છતાય સફળતા ની કોઈ ગેરંટી નથી હોતી. તમે કોઈ બોર્ડની પરીક્ષા આપતા હો એવી રીતે લો અને રોજના ૩-૪ કલાક ૬ મહિના સુધી આપો તો તમારા analytic માં મોટો ઉછાળ જરૂર જોવા મળશે.અને તમને આશ્ચર્ય થશે કે મહેનત અને ખંત ની ગૂગલ દાદા કેવું વળતર આપે છે, કદાચ તમારી કલ્પના કરતા પણ વધારે

ટોચના ૧૦ ભારતીય બ્લોગર અને તેની બ્લોગીંગની કમાણી


ટોચના ૧૦ ભારતીય બ્લોગર અને તેની બ્લોગીંગની કમાણી

Written by જય on. Posted in બ્લોગીંગ
Top 10 Indian Bloggers and their Adsense Income
હવે એ દિવસો ગયાકે જયારે મોટા શેઠલોકો સોનાથી લદાયેલા અને મોટી ફાંદવાળા જોવા મળતા હતા. હવે નવા જાતના કરોડપતિલોકોને મળો કે તેઓ તેની કમાણી ફક્ત બ્લોગ લખીને કરે છે. તેઓ પોતાના જ બોસ છે અને તેને કોઈના ઓર્ડરની રાહ જોવી પડતી નથી. તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને મરજી થાય ત્યારે બ્લોગ લખે છે. અને બાકીનો ટાઇમ પોતાના શોખ પુરા કરવામાં વિતાવે છે.
અહી પ્રસ્તુત છે તેવા ટોચના ૧૦ બ્લોગર અને તેમની દર મહિનાની ગૂગલ એડસેન્સની(Google Adsense) કમાણી.
નામ: અમિત અગ્રવાલ
બ્લોગ: Labnol.org
Alexa Rank of Labnol.org : ૨૦૦૦
કમાણી: ૩૬૦૦૦ ડોલર દર મહીને (૧ ડોલર = ૪૮ રૂપિયા અંદાજીત)
તેના વિષે થોડું: સન ૨૦૦૪ માં અમિતે તેની જાહોજલાલી વળી Goldmansech ની નોકરી છોડી ને ફૂલ-ટાઇમ બ્લોગર બનવાનું નક્કી કર્યું. તે સોફ્ટવેર અને ઈન્ટરનેટ ટૂલ્સ વિષે લખે છે. IIT પાસ કરેલા અમિતભાઈ હોન્ડા CRV ચલાવે છે અને દિલ્હીમાં પોતાની મરજી પ્રમાણે રાજાશાહી વાળી જીંદગી વિતાવે છે. અને ફક્ત તેની એડસેન્સ(Adsense) અને અફીલીએટની(Affiliate) કમાણી પર જ.
નામ: અમિત ભવાની
બ્લોગ: AmitBhawani.com
Alexa rank of AmitBhawani.com : ૪૫૦૦૦
કમાણી: ૧૫૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: અમિત ભવાનીએ ૨૦૦૭ માં તેનો ટેકનીકલ બ્લોગ લખવાનું શરુ કર્યું અને પછી જુદા જુદા વિષય જેવાકે કારકિર્દી, પ્રવાસ, અને આરોગ્ય પર લખવાનું શરુ કર્યું. સમયની સાથે તેના બ્લોગે alexa ranking માં ઘણું ઉચું સ્થાન પ્રાપ્ત કર્યું. હવે તે હૈદ્રાબાદમાં પોતાની SEO કંપની ચલાવે છે.
નામ: હર્ષ અગ્રવાલ
બ્લોગ: Shoutmeloud.com
Alexa Rank of Shoutmeloud.com : ૩૯૦૦
કમાણી: ૧૧૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: લગભગ ૨૦ વર્ષની ઉમરે હર્ષે પોતાની નોકરી Convergys માંથી ફક્ત પ્રોફેશનલ બ્લોગર બનવા માટે છોડી દીધી. હવે તે બ્લોગીંગ ટીપ્સ, વર્ડપ્રેસ, અને કમાણીના રસ્તા જેવા વિષયો પર લખે છે. તે દિલ્હીમાં રહે છે અને નિયમિતપણે બ્લોગ લખે છે અને તેમાંથી કમાણી કરે છે.
નામ: જશપાલ સીંઘ
બ્લોગ: Savedelete.com
Alexa Rank : ૮૦૦૦
કમાણી: ૧૦૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: જશપાલ મીકેનીકલ એન્જીનીઅર છે અને તેણે ખુબજ મહેનત અને ધગશથી માત્ર એક જ વર્ષમાં તેના બ્લોગને ટોચનું સ્થાન આપી દીધું.
નામ: અરુણ પ્રભુદેસાઈ
બ્લોગ: Trak.in
Alexa Rank : ૧૦૦૦૦
કમાણી: ૯૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: અરુણ ઈન્ટરનેટનો કીડો છે, અને તે બીઝનેસ ટ્રેન્ડ અને સ્ટાર્ટઅપ વિષે લખે છે. અરુણે ૨૦૦૭ માં બ્લોગ લખવાનું ચાલુ કર્યું હતું અને વહેતા સમય સાથે તેનું નામ બીઝનેસ બ્લોગરના લીસ્ટમાં ઉપર અને ઉપર આવતું રહ્યું છે.
નામ: નિર્મલ
બ્લોગ: NirmalTV.com
Alexa Rank : ૧૨૦૦૦
કમાણી: ૮૫૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: નીર્માંલનું શિક્ષણ સિવિલ એન્જીનીઅર નું છે અને વ્યવસાયે તે આઈટી પ્રોફેશનલ છે. તે ફરી સોફ્ટવેરના રીવ્યુ અને ઈન્ટરનેટની ટ્રીક અને ટીપ્સ વિષે લખે છે. તે કોચી નામના એક નાનકડા ગામ માંથી આવે છે અને તેણે તેની જીવનશૈલી માત્ર બ્લોગીંગ થી જ બદલી છે.
નામ: રોહિત લાન્ગડે
બ્લોગ: BlogSolute.com
Alexa Rank : ૧૩૦૦૦
કમાણી: ૮૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: રોહિત જી.એચ. રાઈસોની એન્જીનીઅરીંગ કોલેજમાં ભણતો એક સામાન્ય વિદ્યાર્થી હતો. ચોથા વર્ષે તેણે કઈક અલગ કરવાનું વિચાર કરીને બ્લોગીંગ શરુ કર્યું અને આજે તે એડસેન્સની આવક પર પોતાનું જીવન ખુશી થી વિતાવે છે.
નામ: રાહુલ બંસલ
બ્લોગ: devilsworkshop.org
Alexa Rank : ૧૪૦૦૦
કમાણી: ૬૫૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: રાહુલ કોમ્પ્યુટર એન્જીનીઅર છે અને ફૂલ ટાઇમ બ્લોગીંગ કરે છે. તે ટેક ટ્રેન્ડ અને વેબ ૨.૦ વિષે લખે છે. તેને એડસેન્સની કમાણીમાંથી પોતાની જીંદગી બનાવી અને હવે તે વધારાની આવક બીજા ધંધામાં વાપરે છે.
નામ: હની સિંઘ
બ્લોગ: honeytechblog.com
Alexa Rank : ૨૦૦૦૦
કમાણી: ૪૫૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: હની સિંઘ ફૂલ ટાઇમ બ્લોગીંગ કરે છે અને તેને પોતાની Mediaredefined નામની કંપની ખોલી છે અને મોટા ભાગનો ટાઇમ પોતાના સફળ બ્લોગ લખવામાં વિતાવે છે.
નામ: શ્રીનિવાસ
બ્લોગ: 9lessons.info
Alexa Rank : ૧૯૦૦૦
કમાણી: ૪૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું:શ્રીનિવાસ પ્રોગ્રામિંગ વિશેના બ્લોગ લખે છે.

તમારો ફ્રી બ્લોગ કેવી રીતે બનાવવો


તમારો ફ્રી બ્લોગ કેવી રીતે બનાવવો

Written by જય on. Posted in બ્લોગીંગ
wordpress-vs-blogger
તો તમે પોતાનો બ્લોગ બનાવવાનું નક્કી કરી જ લીધું છે? સરસ…  તો હવે આપણે ફ્રી બ્લોગ સર્વિસ આપતી મુખ્ય અને પ્રખ્યાત બે વેબસાઈટ જોઈએ.
૧. bloggar.com ૨. wordpress.com હવે આપણે બંનેના ફાયદા અને ગેરફાયદા જોઈએ. ૧. bloggar.com
> આ ગૂગલની પોતાની સર્વિસ છે. બ્લોગર.કોમ એ સૌથી વધારે યુઝરફ્રેન્ડલી છે.
> css એડીટીંગ કરી શકાય છે, એટલે કે તમારી મરજી પ્રમાણે તમે થીમમાં ફેરફાર કરી શકો છો.
> જાહેરાત મૂકી શકો છો. અને થર્ડપાર્ટી ટૂલ અને જાવાસ્ક્રીપ્ટ મૂકી શકો છો.
> SEO સરળ નથી. એટલે કે ગૂગલ સર્ચમાં તમારો બ્લોગ ઘણો પાછળ રહી શકે છે. જો કે એમાં પણ સેઓ થાય છે પરંતુ એ થોડું અઘરું છે. હા, આગળના લેખમાં SEO વિભાગમાં bloggar.com માં SEO કઈ રીતે કરવું એ વિગતવાર જણાવેલ છે.
૨. wordpress.com
> વર્ડપ્રેસ એ સૌથી વધારે લોકપ્રિય છે.
> SEO automatic થઇ જાય છે. વર્ડપ્રેસમાં જ તાજા પ્રસિદ્ધ થયેલા લેખો બધાને લોગીન કરતી વખતે દેખાય છે. તમારો બ્લોગ પણ ત્યાં લોકોને દેખાઈ શકે છે.
> જાહેરાત, સ્ક્રીપ્ટ, કે ટૂલ વાપરી શકતા નથી. અને થીમ પણ વર્ડપ્રેસ માં છે તેમાંથી જ કોઈ એક  વાપરી શકાય છે.
સારાંશ: જો તમને સારી દેખાય એવી સુંદર થીમ નો શોખ હોય અથવા નવા અખતરા કરવા હોય અને નવા નવા ટૂલ્સ વાપરવા હોય અથવા તમારે એકદમ સરળ રીતે અને કોઈ પણ જાતની માથાકૂટ વગર સીધો બ્લોગ શરુ કરવો હોય તો બ્લોગર.કોમ પસંદ કરો અને જો તમારે  સિમ્પલ અને સોબર બ્લોગ જોઈએ પણ તેને જલ્દી થી પ્રખ્યાત કરવાની ગણતરી હોય તો વર્ડપ્રેસ પસંદ કરો.
હવે જોઈએ વર્ડપ્રેસ માં પોતાનો બ્લોગ કઈ રીતે બનાવવો
નીચે આપેલ ચિત્ર જુઓ અને તે પ્રમાણે કરો
૧. અહી ક્લિક કરો https://en.wordpress.com/signup/
૨. blog address માં તમારે જોઈતું બ્લોગ નું નામ પસંદ કરી અને ત્યાં લખો, ત્યાર બાદ તમારું યુઝર નેમ અને પાસવર્ડ લખો અને તમારું ઈમેલ અડ્રેસ લખો.
૩. ભાષા પસંદગીના લીસ્ટમાંથી ગુજરાતી પસંદ કરો અને છેલ્લે create blog પર ક્લિક કરો
૪. તમારું નામ, અટક અને તમારા વિષે લાખો અને save profile પર ક્લિક કરો. અને તમારા મેઈલ ચેક કરો, તેમાં વર્ડપ્રેસનો નીચેના ફોટા જેવો મેઈલ આવ્યો હશે.
૫. તેમાં activate blog પર ક્લિક કરો અને તમારો પોતાનો બ્લોગ તૈયાર. નીચેનો ફોટો જુવો તમને આવી સ્ક્રીન ખુલેલી દેખાશે.
૬. તમારા બ્લોગ માં એક પોસ્ટ અને એક કોમેન્ટ તૈયાર છે. એ ફક્ત ઉદાહરણ છે. નીચેનો ફોટો જુવો.
૭. જો તમારે થીમ પસંદ કરાવી હોય તો appearance પર માઉસનું કર્સર લઇ જાઓ તો તમને નીચેના ફોટા જેવું નવું window ખૂલેલું દેખાશે
૮. તેમાં Themes પર ક્લિક કરો અને તમને ગમે તેવી થીમ પસંદ કરો અને acrtivate પર ક્લિક કરો, અને તમે પસંદ કરેલી થીમ તમારી
૯. હવે posts પર ક્લિક કરો અને all posts પર ક્લિક કરો અહી થી થામને તમારા લખાયેલા હરેક લેખો જોવા મળશે, નીચેનો ફોટો જુવો
૧૦ અત્યારે ત્યાં ઉદાહરણ રૂપે Hello world નામનો એક પોસ્ટ તૈયાર દેખાશે. Hello world પર માઉસ લઇ જવાથી “સંપાદન કરો | quick edit | trash | view” આટલા ઓપ્શન જોવા મળશે. “સંપાદન કરો” પર ક્લિક કરવાથી તે ખુલી જશે, જો તમારે સુધારા વધારા કરવા હોય તો તેમાંથી થશે. trash થી તે ડીલીટ થશે, view થી તમે તેને તે ઓનલાઈન કેવો દેખાય છે તે જોઈ શકશો. અને quick એડિટ થી તમે તેના ટેગ અને કેટેગરી, નામ વગેરે બદલી શકો છો. આપણે અત્યારે તેને ડીલીટ કરવાનો છે તો trash પર ક્લિક કરો
૧૧. હવે નવું ઉમેરો પર કલીક કરો, ત્યાંથી નવા લેખ લખવામાં આવે છે. નીચેનો ફોટો જુવો૧૨. તમારા બ્લોગનું નામ આપો અને કઈ પણ પોસ્ટ એરિયામા લખો, નીચેનો ફોટો જુઓ
૧૩. તમે તમારા લેખની કેટેગરી આપી શકો છો, tag આપી શકો છો અને તેને view કે publish કરી શકો છો
૧૪. બસ તમારો પહેલો લેખ તૈયાર… હવે http://તમારા બ્લોગનું નામ.wordpress.com બ્રાઉઝર મા લખો અને તમારો બ્લોગ તમે જાતેજ જોઇલો… બસ હવે નિયમિત પણે થોડો સમય નવા નવા લેખ લખ્યા કરો અને થોડા સમયમા ગૂગલ સર્ચ મા પણ તમે તમારો બ્લોગ શોધી શકશો.. હા દોસ્તોને અને સબંધીઓ ને જણાવવાનું ચુકતા નહિ…
હવે આપણે જોઈએ blogger મા કઈ રીતે બ્લોગ બનાવવો
1. http://www.blogger.comપર ક્લિક કરો અને તમારા ગૂગલ એકાઉંટથી લોગીન કરો
2. create a blog પર ક્લિક કરો 3. blog title મા તમારા બ્લોગ નું નામ આપો, અને blog address (URL) મા તમારા બ્લોગનું નામ વગર સ્પેસ થી લાખો અને તે ઉપલબ્ધ છે કે નહિ તે જુઓ અથવા બીજું કોઈ નામ રાખી જુઓ૪. હવેની સ્ક્રીન મા તમને ગમતી થીમ એટલે કે ટેમ્પલેટ પસંદ કરો અને continue પર ક્લિક કરો અને પછીની સ્ક્રીન મા start blogging પર ક્લિક કરો
૫. તમારી સ્ક્રીન પર નવા લેખ લખવા માટેની window ખુલી ગઈ હશે, title મા તમારા લેખ નું નામ લખો અને નીચે લેખ લાખો અને priview કરો અથવા publish કરો.. હા, તમે ભાષા પણ પસંદ કરી શકો છો
બસ તમારો બ્લોગ તૈયાર… ઉપર view blog પર ક્લિક કરો અને તમારો બ્લોગ જોઇલો… હવે http://મારો બ્લોગ .blogspot.in/ બ્રાઉઝર મા ખોલશો તો તે ખુલી જશે..
પરંતુ એક મિનીટ, હવે ટૂલ અને થીમ નું શું? તે આગળના લેખમાં જણાવવામાં આવશે. અને હા, આ બ્લોગસ્પોટ કે વર્ડપ્રેસ તમારા બ્લોગના નામની સાથે જોડાયેલું રહે છે તેના બદલે સીધું તમારા બ્લોગનું નામ જોઈતું હોય તો ડોમેનનેમ લેવું પડે.. જેમકે ahukar.blogspot.com ને બદલે www.tahukar.com જોઈતું હોય તો બ્લોગર મા ૫૦૦ રૂપિયા વર્ષે ફી છે. અને વર્ડપ્રેસ મા ૭૫૦ જેવી ફી છે. અને તમારે હોસ્ટીંગ કરાવવું હોય તો godaddy જેવી હોસ્ટીંગ કંપનીમાંથી ડોમેનનેમ અને વેબસ્પેસ ખરીદવી પડે, godaddy મા વર્ડપ્રેસ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે આગળના લેખમા જણાવવામાં આવશે.તો વાંચતા રહો.. અને હા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ કોમેન્ટ્સમા પૂછી શકો છો.

ગૂગલે તમારા બ્લોગની છેલ્લે ક્યારે મુલાકાત લીધી તે જાણો


ગૂગલે તમારા બ્લોગની છેલ્લે ક્યારે મુલાકાત લીધી તે જાણો

Written by જય on. Posted in બ્લોગીંગ
ગૂગલે તમારા બ્લોગની છેલ્લે ક્યારે મુલાકાત લીધી તે જાણો
ગૂગલ તેના સર્ચ અપડેટ માટે ઈન્ટરનેટમાં છવાયેલા તમામ બ્લોગ અને વેબસાઈટની થોડા થોડા સમયે મુલાકાત લે છે. તે કેટલી ફરીવાર કેટલી જલ્દી મુલાકાત લેશે તેનો આધાર બ્લોગ કે વેબસાઈટની ગુણવત્તા ઉપર રહેલો છે.
એવું બનીશકે કે ગૂગલ કાકા તમારા બ્લોગની મુલાકાત મહીને એક વાર લેતા હોય અને કોઈ સમાચારની વેબસાઈટમાં તે દર કલાકે તેનું માથું મારતા હોય…
સારા રેન્ક વાળા અને નિયમિત રૂપે અપડેટ થતા બ્લોગની ગૂગલ કાકા રોજ મુલાકાત લે છે. અને ઠંડા એટલેકે આળસુ એટલેકે જવાબદારી વગરના એટલેકે એના બ્લોગરને કઈ પડી જ ના હોય એવા બ્લોગની મુલાકાત ગૂગલ કાકા મહીને એક વાર લે છે.
ટૂંકમાં ગૂગલ કાકા ને આમંત્રણ આપવું હોય તો તેને ભાવતું પકવાન તો રાંધવું જ પડે!! અને ગૂગલ કાકાને તમે કેટલા પ્રિય છો તે જાણવા તે મહિનામાં કેટલી વાર તમારા બ્લોગની મુલાકાત લે છે તેના પર થી જાણી શકાય છે. હવે ગૂગલ કાકા બ્લોગની નોંઘ લે તેવું તો દરેક બ્લોગર ઈચ્છતા હોય છે કારણકે ગૂગલ કાકા ને તમારા બ્લોગમાં મજા આવી તો તે ઘણા બધા વીઝીટર તમને ભેટમાં આપી શકે છે. તો આખરે આ વીઝીટર માટે જ બધું કરતા હોઈએ તો પકવાન માત્ર ગૂગલ કાકાને ભાવે તેનું જ નથી પણ વીઝીટરને ભાવે એવું પણ રાંધવું પડે ને ભાઈ!!!
હવે સવાલ એ છે કે ગૂગલ કાકાએ તમારી છેલ્લી મુલાકાત ક્યારે લીધી એ કેવી રીતે ખબર પડે?
આ ચેક કરવા માટે ગૂગલ સર્ચ માં તમારા બ્લોગ કે વેબસાઈટને સર્ચ કરો અને તમારો બ્લોગ જ્યાં છે તેની બાજુમાં >> જેવો સિમ્બોલ છે તેના પર ક્લિક કરશો તો તમારા બ્લોગ નો પ્રિવ્યુ દેખાશે, અને cached લીંક પર ક્લિક કરો. નીચેના ફોટામાં જુઓ
tahukar.com cached by google
આ cached  લીંક પર ક્લિક કરવાથી તમારી જ સાઈટ કે બ્લોગ ખુલશે પણ તેના હેડીંગમાં ઘણી માહિતી જોવા મળશે
અહી ફોટામાં દેખાય છે તે તારીખ એ જ જણાવે છે કે ગૂગલે તમારા બ્લોગ કે વેબસાઈટની છેલે મુલાકાત ક્યારે લીધી…