share Knowledge with JayNandasana


Wednesday, 2 January 2013

હેડકી


હેડકી

સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
ગોળના પાણીમાં સૂંઠ ઘસી થોડી થોડી વારે સૂંઘવાથી હેડકી બંધ થાય છે.
શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોંમાં લેવાથી હેડકી બંધ થાય છે.
નાળિયેરના છેડાને બાળી તેની રાખ મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
ગાજર પીસીને સૂંઘવાથી હેડકી બંધ થાય છે.
તુલસીનો રસ 10 ગ્રામ અને મધ 5 ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
જીરું ખાવાથી હેડકી બંધ થાય છે.
આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
દૂધમાં સૂંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
સરગવાના પાનનો પીવાથી હેડકી બંધ થાય છે.
હેડકીના રોગીને ઠંડી ચીજવસ્તુ, ફ્રીઝ-કોલ્ડ વસ્તુ, ઠંડા પીણા, વાસી કંઈ ન આપવું.
એકવાર ગરમ અને એકવાર ઠંડું દૂધ વારાફરતી મધ અને ખાંડ નાખેલું પીવા આપવું અને તેનાથી નસ્ય કરવું.
વિરેચન દ્રવ્યો યુક્ત ઘી પીવાથી તરત હેડકી બંધ થાય છે.
દશમૂળનો કવાથ, હિંગ્વાદી ચૂર્ણ આપવાથી હેડકી બંધ થાય છે.
આમળાના રસમાં મધ અને પીપરનું ચૂર્ણ નાખી ચાટવાથી હેડકી બંધ થાય છે.
મયુરપિચ્છ ભસ્મ જરાક જેટલી મધમાં ચાટવાથી હેડકીમાં રાહત થાય છે.
મોરના પીંછા અથવા લીંબુના છોતરા બાળીને બનાવેલી ભસ્મ પાણી સાથે લેવી.
બોરડીની છાલ અને લવિંગ વાટી મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
બીજોરું અને સાકર મધ કે ઘી સાથે ખાવાથી હેડકી બંધ થાય છે.
ખડસલીયાની ડુંડીનું ચૂર્ણ પાણીમાં વાટીને પીવાથી હેડકી બંધ થાય છે.
અશેળીયો પાણીમાં પલાળી પીવાથી હેડકી બંધ થાય છે.
અધેડાના રસમાં આદુ અને મધ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
નગડના બી અને પીપરના કાઢામાં શેકેલી હિંગ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
કાંકચીયા પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી હેડકીમાં રાહત થાય છે.
મોરપીંછના ચાંદલાની ભસ્મ તથા લીંડીપીપર મધમાં ચાટવાથી તાવ સંબંધી હેડકી ને ઉલટી મટે.
બીજોરાનો રસ, સિંધવ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
જેઠીમધનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી હેડકી બંધ થાય છે.
સરગવાનું મૂળ ગાયની છાશમાં ઘસી હિંગ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
આમળા, પીપર, સૂંઠનો કાઢો સાકર નાખી પીવાથી હેડકી બંધ થાય છે

No comments :

Post a Comment