કોઈપણ mp3 સોંગ, રીંગટોન, વિડીઓ વગેરે ડાઉનલોડ કરો તેની ડાઉનલોડ લીંક વગર જ..
૧૦ માંથી ૯ વખત આવું બને છે કે આપણે ફ્રી mp3 સોન્ગ્સ કે રીંગટોન અથવા વિડીઓ વગેરે ડાઉનલોડ કરવા માટે ગૂગલ પર સર્ચ કરીને કોઈ વેબસાઈટ માં પહોચી ગયા હોઈએ, અને ત્યાં એ સોંગ કે રીંગટોન તો હોય અને આપણે તેને ઓનલાઈન પ્લે પણ કરી શકીએ પરંતુ ડાઉનલોડ લીંક શોધી ના જડે. અથવા કોઈ વેબસાઈટમાં કોઈ સોંગ અથવા mp3 સંભાળવા મળી પરંતુ ડાઉનલોડ નું ઓપ્શન ના હોય, અથવા યુટ્યુબ માં થી વિડીઓ ડાઉનલોડ કરવો છે પરંતુ કેવી રીતે? અને આપણે એ સોન્ગ્સ કે વીડિઓ ને ભૂલી જઈને તેને ડાઉનલોડ કરવાનું સોફ્ટવેર સર્ચ કરવામાં લાગી જઈએ છીએ. અથવા તેને ડાઉનલોડ કરવાનો વિચાર છોડી દઈએ છીએ.
છેલ્લા ઘણા સમયથી આના માટે મોઝીલા ફાયરફોક્ષમાં જ એક એવું ટુલ ઉપલબ્ધ છે જે તમે ઓપન કરેલી કોઈપણ વેબસાઈટના પેજમાંથી કોઈ પણ ઓડીઓ, વિડીઓ, ફોટો વગેરે મીડિયા ફાઈલ સ્કેન કરીને તેને હાઈલાઈટ કરે છે અને આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ માત્ર એક ક્લિક થી. છે ને ઘણું જ સરળ.. આ ટૂલનું નામ છે વિડીઓ ડાઉનલોડ હેલ્પર.. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કેવી રીતે તેને ઇન્સ્ટોલ કરવું અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો.
સ્ટેપ ૧. મોઝીલા ફાયરફોક્ષ ઓપન કરો અને Tools >> Add-ons ઓપ્શન પર ક્લિક કરો >> નીચેનો ફોટો જુઓ:
સ્ટેપ ૨. Get Add-ons પર ક્લિક કરો અને સર્ચ બોક્ષમાં video download helper ટાઇપ કરો અને એન્ટર કરો
સ્ટેપ ૩. નીચે ફોટામાં બતાવેલ સિમ્બોલ અને નામ દેખાય તેની સામે install બટન છે તેના પર ક્લિક કરો આથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થશે અને રીસ્ટાર્ટ નું ઓપ્શન આવી જશે તેના પર ક્લિક કરી અને ફાયરફોક્ષ ને રીસ્ટાર્ટ કરો.
સ્ટેપ ૪. ફાયરફોક્ષ રીસ્ટાર્ટ થશે એટલે તમે અડ્રેસબારની પહેલા જ આ ટૂલ્સનું સિમ્બોલ ત્યાં જોઈ શકશો >> નીચેનો ફોટો જુઓ:
સ્ટેપ ૫. હવે એવી વેબસાઈટ ઓપન કરો જેમાં mp3 સોંગ અથવા વિડીઓ હોય અને તેની ડાઉનલોડ લીંક ના હોય. જેમકે અહી મેં ટહુકાર.કોમ માં પક્ષી વિભાગ માં મોર નું પેજ ઓપન કર્યું છે જેમાં તેનો અવાજ અને વિડીઓ છે પરંતુ તેની ડાઉનલોડ લીંક નથી આપેલી. હવે તે સોંગ અને વિડીઓ પ્લે કરો અને ટૂલ્સ પર નજર કરો તે હાઈલાઈટ થઇ ગયું હશે. કારણકે જેવી તમે ઓડીઓ કે વિડીઓ ફાઈલ ને પ્લે કરી કે ડાઉનલોડ હેલ્પરે તેને સ્કેન કરી અને તેની ડાઉનલોડ લીંક કેપ્ચર કરી લીધી છે. તમે હવે માત્ર એક ક્લિક થી એ વિડીઓ અથવા mp3 ફાઈલને ડાઉનલોડ કરી શકો છો.
તમને આનાથી વિશેષ જાણકારી હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસ શેર કરો જેથી વાચકોને પણ તેનો લાભ મળે.
No comments :
Post a Comment