share Knowledge with JayNandasana


Wednesday, 2 January 2013

50 ફેસબુક ટીપ્સ & ટ્રીક્સ


50 ફેસબુક ટીપ્સ & ટ્રીક્સ

Written by જય on. Posted in ટેક્નોલોજી

50 ફેસબુક ટીપ્સ & ટ્રીક્સ

Facebook-Tips-And-Tricks
હાલના સમયમાં ફેસબુક એ સોસીઅલ નેટવર્ક નો રાજા છે. તેના યુઝર રોજ એક કરતા વધારે વાર લોગીન થાય છે અને અલગ અલગ લોકોનો ફેસબુકમાં લોગીન થવા માટેનો આશય પણ અલગ અલગ હોઈ શકે છે, કોઈ ફ્રેન્ડ અને પોતાના સ્ટેટસ અપડેટ માટે તો કોઈ માર્કેટિંગ માટે તો કોઈ નવા સમાચાર માટે તો કોઈ ટાઇમ પાસ કરવા માટે લોગીન થતા હોય છે. તો ઘણા લોકો મોબાઈલથી ૨૪ કલાક ફેસબુક માં ઓનલાઈન રહેતા હોય છે.
અહી એવી ઘણી ટીપ્સ આપેલી છે જેમાંની ઘણી ફેસબુકમાં સમય બચાવનારી તો ઘણી મજા માટે તો ઘણી સિક્યુરીટી માટે તો ઘણી ટ્રીક્સ ની મદદ થી કંઈક નવું કરવા મળશે. આમાંની ઘણી ટીપ્સની તમને ખબર હોઈ શકે છે અને તમે તેનો ઉપયોગ પણ કરતા હો તેવું બને પરંતુ ઘણી ટીપ્સ એવી પણ છે જે થર્ડ પાર્ટી વેબસાઈટ ની મદદથી શક્ય છે અને ઉપયોગી પણ છે.. તો ચાલો જોઈએ:
1. ફેસબુકના સ્ટેટસ અપડેટ અને મેસેજ ને શેડ્યુલ કરો:
ક્યારેક કોઈ કારણસર તમે થોડા દિવસ માટે ફેસબુક માં લોગીન કરી શકો તેમ ના હોય ત્યારે અને તમારે કોઈ ચોક્કસ દિવસે સ્ટેટસ અપડેટ કરવું હોય અથવા કોઈને મેસેજ મોકલવો હોય તો તમે LaterBro નો ઉપયોગ કરી શકો છો.
2. અમુક લોકોથી તમારું ઓનલાઈન સ્ટેટસ છુપાવો
આ ફેસબુકનું બેઝીક ઓપ્શન છે છતાં ઘણા લોકો આનો ઉપયોગ નથી કરતા અથવા આની ખબર નથી હોતી. ફ્રેન્ડસ ના ગ્રુપ માટેનું અલગ લીસ્ટ બનાવો અને દરેક લીસ્ટ કે ગ્રુપ માટે તમારું સ્ટેટસ અપડેટ કરો:
Block-Facebook-Chat
3. કોઈને ફ્રેન્ડ બનાવો પણ તેનું અપડેટ છુપાવીને
ઘણી વખત એવું બને કે તમારે કોઈને ફ્રેન્ડ બનાવવા હોય પરંતુ તેનું અપડેટ કોઈને પહોચે કે કોઈ વાંચે તેવું તમે ઇચ્છતા ના હો ત્યારે નીચે ફોટા માં બતાવેલ પ્રાઈવસી સેટિંગ માં ચેન્જ કરો:
4. સ્ટેટસમાં સિમ્બોલ મુકવા માટે:
તમે ઘણી વખત જોયું હશે કે લોકો સ્ટેટસ માં સિમ્બોલ મુક્ત હોય છે, તમે પણ એવા સિમ્બોલ મૂકી શકો છો. સિમ્બોલ ના લીસ્ટ માટે આ ત્રણ વેબસાઈટ જુઓ
  1. http://fsymbols.com/
  2. http://alt-codes.org/list/
  3. http://www.hongkiat.com/blog/cool-ascii-symbols-get-them-now/
5. તમારા ફેસ્બુકનું સ્ટેટસ વર્ડપ્રેસ બ્લોગમાં બતાવવા માટે:
StatusPress નામનું વર્ડપ્રેસ નું પ્લગીન આ સુવિધા આપે છે. આ પ્લગીન ને ઇન્સ્ટોલ કરો અને જાતે જ જોઈ લો.
6. તમારા સ્ટેટસ ને ફેરવો 3D વર્ડ કલાઉડ માં
Status Analyzer 3D નામની ફેસબુક એપ્લીકેશન થી તમે તમારા સ્ટેટસ નું 3D કલાઉડ બનાવી શકો છો
7. ફાયરફોક્ષ બ્રાઉઝરથી ફેસબુક સ્ટેટસ અપડેટ કરો:
તમે ફેસબુક નું સ્ટેટસ ડાયરેકટ તમારા ફાયરફોક્ષ બ્રાઉઝરથી અપડેટ કરી શકો છો આ બે ફાયરફોક્ષ ના પ્લગીન થી જ.. 1.FireStatus 2. Facebook Toolbar .
8. તમને કોઈ પોક કરે તો ઓટોમેટીક તેમને પોક થાય તેવું સેટિંગ:
દરેક વખતે તમને કોઈ પોક કરે ત્યારે તમને સામે પોક બેક કરવાનો સમય ના હોય તો તમે Facebook AutoPoke નામની ગ્રીસ મંકી સ્ક્રીપ્ટ વાપરી શકો છો જે તમારું આ કામ કરી આપશે.
9. જીમેઇલ થી તમારું સ્ટેટસ અપડેટ કરો:
Facebook Gadget નામનું igoogle ના ગેજેટ ની મદદ થી તમે તમારા જીમેઇલ માં થી ડાયરેક્ટ ફેસબુક નું સ્ટેટસ અપડેટ કરી શકો છો.
10. ફેસબુકથી ડાયરેક્ટ જીમેઇલ એક્સેસ કરો:
Fmail નામનું ગેજેટ તમને ડાયરેક્ટ ફેસબુક માંથી તમારા gmail ને એક્સેસ કરવા ની સુવિધા આપે છે.
11. ફેસબુક ડાયરેક્ટ ડેસ્કટોપથી જ એક્સેસ કરો:
જો તમારે તમારું વેબ બ્રાઉઝર ઓપન કરીને ફેસબુક ઓપન કરવું અને જુદા જુદા ટેબ ઓપન કરવા વગેરે જેવી લાંબી અને સમય બગાડે એવી પ્રોસેસ ના કરવી હોય તો નીચે બતાવેક ફેસબુક ડેસ્કટોપ ક્લાયન્ટ વાપરી શકો છો
  1. Facebook Desktop
  2. Facebooker
  3. Facebook AIR application FaceDesk
  4. Xobni
  5. FBTrayNotify
12. ડેસ્કટોપથી ડાયરેક્ટ ફેસબુક ચેટ એક્સેસ કરો:
જો તમારે માત્ર તમારા ફેસબુક ફ્રેન્ડ જોડે ડેસ્કટોપ પરથી ચેટ જ કરવી હોય તો નીચે બતાવેલ ફેસબુક ચેટ ક્લાયન્ટ વાપરી શકો છો.
  1. Digsby
  2. Gabtastik
  3. adium
13. ફેસબુક ફ્રેન્ડ ના ફોટોનું ફોટો કોલેજ બનાવો:
Photo Collageનામની ફેસબુક એપ્લીકેશન થી તમે તમારા ફેસબુક ના ફ્રેન્ડસ ના ફોટા નું ફોટો કોલેજ બનાવી શકો છો.
14. તમારા વોલ માં ઉંધા અક્ષર લખો:
FlipText થી તમે આ કરી શકો છો.
15. તમારી ફેસબુક પ્રોફાઈલ ને Pirates Page (ચાંચીયાના પેજ) માં ફેરવો:
pirates એટલે કે ચાંચીયા એટલે કે ઈંગ્લીશ ટપોરી ની ભાષા માં તમારા ફેસબુક ની પ્રોફાઈલ ફેરવવા માટે તમારા ફેસબુક ની ભાષા બદલવા માટે ના ઓપ્શન માં English(Pirate) ભાષા પસંદ કરો અને બની જાઓ ચાંચીયા…
16. ફ્લીકરના ફોટો ફેસબુકમાં અપલોડ અને શેર કરવા માટે:
Flickr2Facebook પ્લગીન ની મદદ થી તમે આ કરી શકો છો.
17. ફેસબુક પેજ ને ફેસબુક વગર જ અપડેટ કરો:
Ping.FM નામની સર્વિસ ની મદદ થી ફેસબુક ઓપન કાર્ય વગર જ ફેસબુક, ટ્વીટર જેવી સોસીઅલ વેબસાઈટ ને એક્સેસ કરી શકાય છે.
18. ફેસબુકના વિડીઓ ડાઉનલોડ કરવા માટે:
ફેસબુક શેર કરાયેલા વિડીઓનું ખુબજ વિશાલ કલેક્શન ધરાવે છે. જો તમે એ વિડીઓ તમારી હાર્ડડિસ્ક માં ડાઉનલોડ કરવા ઇચ્છતા હો તો DownFacebook.com ઉપયોગ કરો.
19. તમારી ફેસબુક પ્રોફાઈલમાં સિલેક્ટેડ ફ્રેન્ડ જ ફ્રેન્ડલીસ્ટમાં બતાવવા માટે:
જો તમે એવું ઇચ્છતા હો કે તમારે તમારા ફ્રેન્ડલીસ્ટ માં અમુક જ ફ્રેન્ડ બતાવવા છે તો તમારા ફ્રેન્ડ બોક્ષ પર એડિટ માટે પેન્સિલ ની નિશાની આપેલી છે(નીચે નો ફોટો જુઓ) તેના પર ક્લિક કરો અને “Always show these friends” ની નીચે ટેક્ષ્ટ બોક્ષ માં તમારા ફ્રેન્ડ નું નામ ટાઇપ કરી અને સિલેક્ટ કરો. બસ, હવે તમે જે ફ્રેન્ડ સિલેક્ટ કર્યાં છે તે જ દેખાશે.
facebook-friends-setting
20. તમારા બ્લોગ ના પોસ્ટને ઓટોમેટીક ફેસબુક ના પેજ માં કે વોલ માં બતાવવા માટે:
આના માટે બે જાણીતા પ્લગીન અવેલેબલ છે. જો તમે વર્ડપ્રેસ યુઝર છો તો તમે WordBookપ્લગીન વાપરી શકો છો અને બીજું કોઈ બ્લોગ પ્લેટફોર્મ વાપરતા હો તો Networked બ્લોગ્સ નામનું પ્લગીન વાપરી શકો છો.
21. જુઓ ફેસ્બુકને ટ્વીટર સ્ટાઈલથી:
જો તમે ટ્વીટર ના ફેન હો અને ફેસબુક ને પણ ટ્વીટર સ્ટાઈલમાં જોવા ઇચ્છતા હો તો આ ગ્રીસ મંકી સ્ક્રીપ્ટ ચેક કરો – Facebook Twitter Style
22. ફેસબુક ફ્રેન્ડસ ને ટ્વીટરમાં ઈમ્પોર્ટ કરવા માટે:
Friend Lynxએપ્લીકેશન થી તમે આ કરી શકો છો.
23. ટ્વીટર માં ફેસ્બુકનું અને ફેસબુકમાં ટ્વીટરના અપડેટ જોવા માટે:
Twitter App for Facebook એપ્લીકેશન થી ફેસબુક માં જ તમે કરેલી ટ્વીટસ અપડેટ કરી શકો છો.
24. વર્સ્ટ(બકવાસ) પ્રોફાઈલ ટ્રીક:
આ એક એવી ટ્રીક છે કે જ્યાં તમે એવું લખો કે ફેસબુક ની સૌથી ગંદી કે બકવાસ પ્રોફાઈલ જોવા માટે અહી ક્લિક કરો અને લીંક માં આ લીંક મુકો – http://facebook.com/profile.php?=73322363 અને જયારે તમારા ફ્રેન્ડ ત્યાં ક્લિક કરશે તો તેની જ પ્રોફાઈલ ખુલશે.
25. વર્સ્ટ(બકવાસ) પ્રોફાઈલ ટ્રીક:
આ એક એવી ટ્રીક છે કે જ્યાં તમે એવું લખો કે ફેસબુક ની સૌથી ગંદી કે બકવાસ પ્રોફાઈલ જોવા માટે અહી ક્લિક કરો અને લીંક માં આ લીંક મુકો – http://facebook.com/profile.php?=73322363 અને જયારે તમારા ફ્રેન્ડ ત્યાં ક્લિક કરશે તો તેની જ પ્રોફાઈલ ખુલશે.
26. આઉટલુક માંથી ફેસબુક એક્સેસ કરો:
ફેસબુક હવે તો દરેક જગ્યાએ થી એક્સેસ કરી શકાય છે. અહી આપણે જોઈએ માઈક્રોસોફ્ટ આઉટલુક માંથી ફેસબુક કઈ રીતે એક્સેસ કરાય અને આ વધારે ઉપયોગી છે જયારે કોલેજ કે બીજી કોઈ એવી જગ્યાએ જ્યાંથી ફેસબુક બંધ કરેલું હોય. FBLookનામના આ પ્લગીન ટ્રાય કરો.
27. ફેસબુક માટે ના કીબોર્ડ શોર્ટકટ:
Internet Explorer :
Alt-1 – Enter – Home page;
Alt-2- Enter – your profile;
Alt-3- Enter – view Friend requests;
Alt-M- Enter – a new message;
Alt-Enter – Search box.
For Firefox Alt ની જગ્યા એ “Alt+ Shift”
28. ફેસબુકની જાહેરાતો હટાવવા માટે:
જો તમે ફેસબુક ની સાઈડ માં આવતી એડ થી કંટાળી ગયા હો અથવા કોઈ પણ જાહેરાત તમારા ફેસબુક વોલ માં જોવા ન માંગતા હો તો Script link Grease Monkey Script from UserScripts ટ્રાય કરો અથવા Firefox plugin AdBlock Plus ટ્રાય કરો
29. તમારા ફેસબુક પ્રોફાઈલ કે પેજ ને મનગમતું નામ આપો:
http://www.facebook.com/username અહી ક્લિક કરવાથી તમે તમારું ફેસબુક ની યુઆરએલ ની પાછળ તમારું નામ જોડી ને યાદ રહે તેવી રીતે સિલેક્ટ કરી શકો છો જેમ કે ટહુકાર ની પ્રોફાઈલ ની યુઆરએલ છે www.fesebook.com/tahukar
30. ફેસબુકના સ્ટેટસ અપડેટ ને ટેક્ષ્ટ કે RSS દ્વારા એક્ષ્પોર્ટ કરો:
facebook.com/notifications આ લીંક દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારા અપડેટ ને કેવી રીતે મેનેજ કરવા છે.
31. આઉટલુકમાં તમારા ફેસબુક ફ્રેન્ડ ના ફોટો સિંક કરો:
OutSync આ એક ફ્રી એપ્લીકેશન છે જેનાથી તમે ફેસબુક ફ્રેન્ડ ના ફોટા આઉટલુક ના મેચિંગ કોન્ટેક્ટ સાથે સિંક કરી આપે છે.
32. તમારા ફેસબુક પેજ ને કસ્ટમાઈઝ કરો:
FBML નામની ફેસબુક એપ્લીકેશન થી તમે તમારું ફેસબુક પેજ ને કસ્ટમાઈઝ કરી શકો છો.
33. ફેસબુક ઇવેન્ટ ને ગૂગલ કેલેન્ડર માં એક્ષ્પોર્ટ કરો:
Facebook to Google Calendar નામની script થી તમે ફેસબુક ઇવેન્ટ ને ગૂગલ કેલેન્ડર માં એક્ષ્પોર્ટ કરી શકો છો.
34. પિકાસા માંથી તમારા ફેસબુકમાં ફોટો અપલોડ કરો:
an uploader app for Facebook. આ ફેસબુક એપ્લીકેશન થી તમે ફોટા ને અપલોડ કરી શકો છો અને અપલોડ કરતા પહેલા રીસાઈઝ કરી શકો છો તેમજ કેપ્શન પણ આપી શકો છો.
35. તમારા ફેસબુક ફ્રેન્ડસ અને કોન્ટેક્ટ ને csv ફાઈલ માં એક્ષ્પોર્ટ કરો:
Yahoo Address આ લીંકથી તમે તમારા યાહુ ના અડ્રેસ બુક માં પહોચી જશો. ત્યાંથી તમે ફેસબુક ના ફ્રેન્ડ અને કોન્ટેક્ટ ઈમ્પોર્ટ કરી અને csv માં એક્ષ્પોર્ટ કરી શકો છો.
36. સીલેકટેડ ટ્વીટસ ને ફેસબુક સ્ટેટસ તરીકે અપડેટ કરો:
selectivetwitter/ આ લીંક ની એપ્લીકેશન ને લીંક કાર્ય પછી તમે ટ્વીટરમાં કોઈ પણ ટ્વીટસ ની પાછળ #FB લખશો તો તે ફેસબુક માં અપડેટ થઇ જશે.
37. ફેસબુક ચેટ સ્માઇલી:
facebook-chat-emoticons/ આ લીંક પર ક્લિક કરવાથી તમને ફેસબુક ચેટ સ્માઇલી મળશે.
38. ફેસ્બુકનું અપડેટ સમરી ઈમેઈલ માં મળવો:
nutshellmail આ ફ્રી સર્વિસ છે જે તમને ફેસબુક ની સમરી ઈમેઈલ માં મોકલશે.
39. ફેસબુક સ્ટેટસ sms થી અપડેટ કરો:
ફેસબુક માં લોગીન થાઓ : હવે Account પર ક્લિક કરો અને Account Settings પર ક્લિક કરો અને Mobile Tab પર ક્લિક કરો
“Register for Facebook Mobile Texts” પર ક્લિક કરો અને તમારી બધી વિગત ભરી દો
“Register for Facebook Mobile Texts” પર ક્લિક કરો અને તમારી બધી વિગત ભરી દો
હવે તમારા મોબાઈલ પર કન્ફર્મેશન નો કોડ આવશે તે કોડ ટેક્ષ્ટ બોક્ષ માં લખો અને હવેથી તમે ફેસબુક નું સ્ટેટસ અપડેટ કરી શકશો sms થી..
39. તમારા મોબાઈલ માટે ફેસબુક એપ ડાઉનલોડ કરો:
m.facebook.com તમારા મોબાઈલ પરથી આ લીંક ઓપન કરો અને તમને એક્સેસ કરવા મળશે ફેસબુક નું મોબાઈલ વર્ઝન.
40. તમારા ફેસબુક ફ્રેન્ડ નું ડીટેલ સ્ટેટેસ્ટીક મેળવો:
Socialistics આ એવી એપ્લીકેશન છે જે તમારા ફેસબુક ફ્રેન્ડ ની વિગતો ગ્રાફ સાથે આપશે અને તમારા રીલેશન લોકો સાથે કેવા છે તેનું અનાલીસીસ પણ.
41. ફોટો અને વિડીઓ ઈમેઈલ થી અપડેટ કરો:
facebook.com/mobile આ લીંક પર ક્લિક કરો અને તમને જે ઈમેઈલ અડ્રેસ આપે તેના પર ઈમેઈલ કરવાથી તમારા ફોટો અને વીડિઓ ડાયરેક્ટ તમારા ઈમેઈલ થી ફેસબુક પર અપડેટ થઇ શકશે.
42. ફેસબુક પ્રોફાઈલ નો કલર ચેન્જ કરો:
43. ટ્વીટર માં તમારા ફેસબુક ફ્રેન્ડસ શોધો:
twitter’s find friends tool એક વખત તમારા બધા ફ્રેન્ડ ને એક્ષ્પોર્ટ કર્યા પછી આ ટૂલ પર તમે તેને ઈમ્પોર્ટ કરી અને ટ્વીટર પર તમારા ફેસબુક ફ્રેન્ડ સાથે કનેક્ટ થઇ શકશો.
44. તમારા ફ્રેન્ડસ ને તમારી સાથે રાખો હમેશા.. જેવી રીતે તમે વેબ સર્ફ કરો છો:
www.flock.com આ લીંક પર ક્લિક કરો.
45. ફેસબુક ને ઓટો કલરાઈઝ કરો:
આ સ્ક્રીપ્ટ ની મદદ થી તમે ફેસબુક પ્રોફાઈલ ને કસ્ટમ કલર આપી શકશો.
46. ઘણા જાણીતા ફેસબુક ના ફીચર્સ મેળવો:
FBookFriendMenu ની મદદ થી તમે ALT પ્રેસ કરી ને કોઈપણ પ્રોફાઈલ કે ફોટા પર ક્લિક કરી ને પોક, મેસેજ કે આલ્બમ જોવો વગેરે કોમન ટાસ્ક કરી શકો છો.
47. ગૂગલ રીડરમાં ફેસબુક શેર બટન મુકો:
Greasemonkey script આ ગ્રીસ મંકી સ્ક્રીપ્ટ થી તમે ગૂગલ રીડર માં પણ ફેશ્બુક શેર ની બટન મૂકી શકશો. પરંતુ આના માટે ગ્રીસ મંકી ફાયરફોક્ષ માં ઇન્સ્ટોલ હોવું જોઈએ.
48. એડવાન્સ ફેસબુક સર્ચ:
facebook.com/help આપણે જાણીએ છીએ કે ફેસબુક નું સર્ચ એન્જીન કેવું પાવરફૂલ છે. એમાં ઘણા બધા એડવાન્સ ઓપ્શન છે જેની કદાચ આપણને ખ્યાલ પણ ના હોય. અહી એવું બધું જ લીસ્ટ મળી જશે.
49. સુપરલેટીવ એપ ફોર ફન:
facebook.com/superlatives અહી ક્લિક કરો.
50. ફેસબુક એપ ડિરેક્ટરી:
the facebook app directory આ લીસ્ટ માં હજારો ફેસબુક એપ્લીકેશન્સ ફેસબુક દ્વારા રેકમેંડ કરવામાં આવી છે.
તમને આનાથી વિશેષ જાણકારી હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસ શેર કરો જેથી વાચકોને પણ તેનો લાભ મળે. 

No comments :

Post a Comment