ગૂગલે તમારા બ્લોગની છેલ્લે ક્યારે મુલાકાત લીધી તે જાણો
ગૂગલ તેના સર્ચ અપડેટ માટે ઈન્ટરનેટમાં છવાયેલા તમામ બ્લોગ અને વેબસાઈટની થોડા થોડા સમયે મુલાકાત લે છે. તે કેટલી ફરીવાર કેટલી જલ્દી મુલાકાત લેશે તેનો આધાર બ્લોગ કે વેબસાઈટની ગુણવત્તા ઉપર રહેલો છે.
એવું બનીશકે કે ગૂગલ કાકા તમારા બ્લોગની મુલાકાત મહીને એક વાર લેતા હોય અને કોઈ સમાચારની વેબસાઈટમાં તે દર કલાકે તેનું માથું મારતા હોય…
સારા રેન્ક વાળા અને નિયમિત રૂપે અપડેટ થતા બ્લોગની ગૂગલ કાકા રોજ મુલાકાત લે છે. અને ઠંડા એટલેકે આળસુ એટલેકે જવાબદારી વગરના એટલેકે એના બ્લોગરને કઈ પડી જ ના હોય એવા બ્લોગની મુલાકાત ગૂગલ કાકા મહીને એક વાર લે છે.
ટૂંકમાં ગૂગલ કાકા ને આમંત્રણ આપવું હોય તો તેને ભાવતું પકવાન તો રાંધવું જ પડે!! અને ગૂગલ કાકાને તમે કેટલા પ્રિય છો તે જાણવા તે મહિનામાં કેટલી વાર તમારા બ્લોગની મુલાકાત લે છે તેના પર થી જાણી શકાય છે. હવે ગૂગલ કાકા બ્લોગની નોંઘ લે તેવું તો દરેક બ્લોગર ઈચ્છતા હોય છે કારણકે ગૂગલ કાકા ને તમારા બ્લોગમાં મજા આવી તો તે ઘણા બધા વીઝીટર તમને ભેટમાં આપી શકે છે. તો આખરે આ વીઝીટર માટે જ બધું કરતા હોઈએ તો પકવાન માત્ર ગૂગલ કાકાને ભાવે તેનું જ નથી પણ વીઝીટરને ભાવે એવું પણ રાંધવું પડે ને ભાઈ!!!
હવે સવાલ એ છે કે ગૂગલ કાકાએ તમારી છેલ્લી મુલાકાત ક્યારે લીધી એ કેવી રીતે ખબર પડે?
આ ચેક કરવા માટે ગૂગલ સર્ચ માં તમારા બ્લોગ કે વેબસાઈટને સર્ચ કરો અને તમારો બ્લોગ જ્યાં છે તેની બાજુમાં >> જેવો સિમ્બોલ છે તેના પર ક્લિક કરશો તો તમારા બ્લોગ નો પ્રિવ્યુ દેખાશે, અને cached લીંક પર ક્લિક કરો. નીચેના ફોટામાં જુઓ
આ cached લીંક પર ક્લિક કરવાથી તમારી જ સાઈટ કે બ્લોગ ખુલશે પણ તેના હેડીંગમાં ઘણી માહિતી જોવા મળશે
અહી ફોટામાં દેખાય છે તે તારીખ એ જ જણાવે છે કે ગૂગલે તમારા બ્લોગ કે વેબસાઈટની છેલે મુલાકાત ક્યારે લીધી…
No comments :
Post a Comment