share Knowledge with JayNandasana


Wednesday, 2 January 2013

૯૦ દિવસના ટેસ્ટીંગ માટે ડાઉનલોડ કરો windows 8 ફ્રી માં !


૯૦ દિવસના ટેસ્ટીંગ માટે ડાઉનલોડ કરો windows 8 ફ્રી માં !

Written by જય on. Posted in ટેક્નોલોજી
windows_8 free download link
માઈક્રોસોફ્ટે windows 8 લોન્ચ કરી દીધું છે.. અને બધા લોકોનો અનુભવ જુદો જુદો રહ્યો છે. કોઈક ના સીસ્ટમ માં તે સ્લો ચાલે છે તો કોઈને લાગે છે કે ઘણું નવું શીખવું પડશે તો કોઈને યુઝર ફ્રેન્ડલી લાગ્યું.. તો કોઈને મજા પડી ગઈ!!! માઈક્રોસોફ્ટ પણ સ્વીકારે છે કે વિન્ડો ૮ એ ટચસ્ક્રીન સાથેના કોમ્બીનેશન માં વધારે સારું પરિણામ આપે છે. બધાના અનુભવો સંભાળીને જો તમને પણ એક ટેસ્ટ ડ્રાઈવ લેવાની ઈચ્છા થઇ ગઈ હોય અથવા window 7 કે vista કે xp વાપરીને કંટાળી ગયા હો અને window 8 ખરીદવું હોય પરંતુ ૩૯.૯૯ ડોલર અથવા ભારતીય રૂપિયા માં ૧૯૯૯ રૂપિયા કે જે ખરેખર વ્યાજબી ભાવ છે, એક વખત ચેક કરવું હોય તો માઈક્રોસોફ્ટે ટેસ્ટ ડ્રાઈવ માટે ટેસ્ટ કોપી ની સુવિધા આપી છે.. આ એડીશન ફક્ત ૯૦ દિવસ માટે છે.. અને ત્યાં સુધીમાં તો આદત પણ પડી જાય.. ખરુંને !!
windows 8 લોન્ચ કરતા પહેલા માઈક્રોસોફ્ટે પ્રિવ્યુ એડીશન તેમની વેબસાઈટ પર મુક્યું હતું.. જેથી ઉત્સાહી લોકો એક વખત ટેસ્ટ ડ્રાઈવ કરી લે અને કઈ સુચન હોય કે પ્રશ્ન હોય તો તે કહી શકે.. પરંતુ હવે windows 8 લોન્ચ થઇ ગયા બાદ તેની વેબસાઈટ માંથી પ્રિવ્યુ એડીશન ની લીંક હટાવાઈ ચુકી છે.. તેઓનું કહેવું છે કે જો તમારે windows 8 ખરીદતા પહેલા ટેસ્ટીંગ કરવું હોય તો આ રહી લીંક.
આ લીંક પર ક્લિક કરો અને છલ્લે સુધી સ્ક્રોલ કરો ત્યાં તમને ૯૦-દિવસ ટ્રાયલ એડીશન ની ડાઉનલોડ લીંક જોવા મળશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો..
પરંતુ.. ખુશ થઈને ડાઉનલોડ કરતા પહેલા.. નીચેની ચેતવણી પણ વાચી લો…
ટ્રાયલ એડીશન expire થઇ ગયા બાદ તે અપગ્રેડ થઇ શકતું નથી.. અપગ્રેડ કરવા માટે ટ્રાયલ વર્ઝન અનઇન્સ્ટોલ કરી અને ફરીથી ઇન્સ્ટોલ કરવું પડે છે.
ડાઉનલોડ કરતા પહેલા માઈક્રોસોફ્ટનું એકાઉંટ હોવું જરૂરી છે કારણકે તમારે લોગીન થઈને તમારું નામ, ઈમેઈલ અડ્રેસ અને દેશ ની માહિતી આપવાની રહે છે.
ઇન્સ્ટોલ કર્યા બાદ ૧૦ દિવસ સુધીમાં એક્ટીવેશન કરાવી લેવું પડે છે નહીતર લોક થઇ જશે.
એક વખત ઇન્સ્ટોલ કર્યા બાદ ૯૦ દિવસ વાપર્યા બાદ હવે તમારે ફરીથી તમારી પહેલાની ઓપરેટીંગ સીસ્ટમ(windows xp, vista, કે windows 7) ઇન્સ્ટોલ કરવું હોય તો પહેલેથી જ ફોરમેટ કરીને ઇન્સ્ટોલ કરવું પડશે.

તો શું કરવું? આ રહ્યા રસ્તા..

ઇન્સ્ટોલેશન સોર્સ ની DVD બનાવી લો અને dual boot કરીને windows 8 નો ટેસ્ટ કરો.
virtual machine નું સેટપ કરો અને તેમાં જ windows 8 ઇન્સ્ટોલ કરો.

No comments :

Post a Comment