share Knowledge with JayNandasana


Wednesday, 2 January 2013

સેવ કરેલ પાસવર્ડ ને * (સ્ટાર) માંથી ટેક્સ્ટ ફોરમેટ માં મેળવવાની ટીપ્સ


સેવ કરેલ પાસવર્ડ ને * (સ્ટાર) માંથી ટેક્સ્ટ ફોરમેટ માં મેળવવાની ટીપ્સ

Written by જય on. Posted in ટેક્નોલોજી
Reveal-password-behind-Asterisks
હાલ ના સમયમાં ઈન્ટરનેટનો વપરાશ રોજબરોજ ની લાઈફમાં વણાઈ ચુક્યો છે અને આપણે રોજની ઘણી બધી વેબસાઈટ, ઈમેઈલ અને એફટીપી ને એક્સેસ કરતા હોઈએ છીએ અને સામાન્ય રીતે પર્સનલ કોમ્પ્યુટરથી જ એક્સેસ કરતા હોઈ આપણે સેવ પાસવર્ડ ના ઓપ્શન થી પાસવર્ડ સેવ કરી રાખતા હોઈએ છીએ અને દરેક વખતે આપણને એ પાસવર્ડ દેખાતો નથી અને દેખાય છે માત્ર * (સ્ટાર). પરંતુ ઘણી વખત એવું બને છે કે એ સેવ કરેલા પાસવર્ડ ને આપણે ભૂલી જઈએ છીએ અને જયારે એકાઉંટ બીજી કોઈ જગ્યાએ થી એક્સેસ કરવું હોય અથવા સીસ્ટમ ફોરમેટ કરવી હોય એવા સમયે આપણે એ પાસવર્ડનું લીસ્ટ લેવું જરૂરી બને છે પરંતુ પાસવર્ડ તો યાદ નથી ! હવે શું કરવું.. કેવી રીતે એ પાસવર્ડ ને ટેક્સ્ટ ફોરમેટ માં કન્વર્ટ કરવો કે જેથી તેને કોપી કરી શકાય. અહી એવા કેટલાક ટૂલ્સ અને ટીપ્સ આપેલી છે જેથી અસ્ટરિસ્ક એટલે કે *(સ્ટાર)ના રૂપમાં રહેલા પાસવર્ડ ને પ્લેન ટેક્સ્ટ ફોરમેટ માં જોઈ શકાય છે.

પહેલાતો આપણે બ્રાઉઝરમાંથી પાસવર્ડ મેળવવાની ટીપ્સ જોઈએ.

૧. તમારું લોગીન પેજ ઓપન કરો જ્યાં ભુલાઈ ગયેલો પાસવર્ડ અસ્ટરિસ્ક એટલે કે સ્ટાર(*) ના ફોરમેટમાં સેવ કરેલો છે.
2. હવે તે પાસવર્ડ ને સિલેક્ટ કરો અને રાઇટ ક્લિક કરો અને "Inspect Eliment (Q)" પર ક્લિક કરો.
3. તમે નીચે html કોડ ઓપન થઇ ગયા છે જોઈ શકશો. ત્યાં type="Password" લખેલું છે ત્યાં Password પર ડબલ ક્લિક કરો આથી નીચે લખવા માટે નવું નાનું બોક્ષ ખુલી જશે ત્યાં "text" ટાઇપ કરો.. (નીચેનો ફોટો જુઓ)
4. હવે text લખી અને એન્ટર કરવાથી તમારો પાસવર્ડ ટેક્સ્ટ ફોરમેટ માં આવી જશે.

હવે આપણે જોઈએ ઈન્ટરનેટ પર ડાઉનલોડ કરવા મળતા ફ્રી પાસવર્ડ રીકવરી ટૂલ વિષેની માહિતી

1. Asterisk Key

આ સોફ્ટવેર PassWare (lostpassword.com) ની ભેટ છે અને તે કોઈપણ બ્રાઉઝર માં સેવ કરેલા પાસવર્ડ તરત જ બતાવી દે છે. તેની ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

2. Password Viewer

આ સોફ્ટવેર પણ તેવું જ કામ કરે છે પરંતુ આને ઉપયોગમાં લેવા માટે તેને ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. બસ તેમાં દોરેલો હાથ છે તેને જ્યાં પાસવર્ડ છે ત્યાં ડ્રેગ કરવાનો છે અને તમારો પાસવર્ડ તમારી સામે. તેની વેબસાઈટ અને લીંક માટે અહી ક્લિક કરો.

3. Asterisk Logger

NirSoft ની આ એપ્લીકેશન ઘણી કામની છે. એ CuteFTP, CoffeeCup Free FTP, VNC, IncrediMail, Outlook Express વગેરે એપ્લીકેશન ના પણ સેવ કરેલા પાસવર્ડ ટેક્સ્ટ ફોરમેટ માં કન્વર્ટ કરી આપે છે. તેને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
NirSoft ની બીજી ઘણી એપ્લીકેશન છે જે ઘણી ઉપયોગી છે. તેનું લીસ્ટ નીચે પ્રમાણે છે.
MessenPassમેસેન્જર ના પાસવર્ડ માટે
Mail PassViewMicrosoft Outlook 2002/2003 (POP3, IMAP, HTTP and SMTP Accounts) માટેના પાસવર્ડ માટે
IE PassViewઈન્ટરનેટ એક્ષ્પ્લોરર ના પાસવર્ડ માટે
Protected Storage PassViewસ્ટોર કરેલા પાસવર્ડ એકસાથે સર્ચ કરી અને કન્વર્ટ કરીને આપે છે
Dialupassડાયલઅપ કે VPN  વગેરેના પાસવર્ડ માટે
BulletsPassViewદરેક જાતના પાસવર્ડ કન્વર્ટ કરી અને એક્ષેલ માં પણ લઇ શકાય છે.
Network Password Recoveryનેટવર્ક પાસવર્ડ માટે
SniffPass Password Snifferઆ એવા પાસવર્ડ આપે છે જે એપ્લીકેશન થી તમે નેટવર્ક એક્સેસ કરો છો. તમારા નેટવર્ક એડેપ્ટર માંથી પસાર થનાર પેકેટ સ્નીફ કરી અને પાસવર્ડ આપે છે.
RouterPassViewરાઉટર ની સેવ કરેલી કન્ફિગરેશન ફાઈલ માંથી પાસવર્ડ મેળવવા માટે
PstPasswordOutlook PST file ના પાસવર્ડ માટે
PasswordFoxફયર્ફોક્ષ માં સેવ કરેલા યુઝરનેમ અને પાસવર્ડ માટે
ChromePassગૂગલ ક્રોમ માં સેવ કરેલા પાસવર્ડ માટે
OperaPassViewઓપેરા માં સેવ કરેલા પાસવર્ડ માટે
WebBrowserPassViewદરેક વેબ બ્રાઉઝર ના પાસવર્ડ માટે
WirelessKeyViewવાયરલેસ ના પાસવર્ડ માટે
Remote Desktop PassViewરીમોટ ડેસ્કટોપ ના સેવ કરેલા પાસવર્ડ માટે(RDP) માં સેવ કરેલા.
VNCPassViewVNC પાસવર્ડ માટે
PocketAsterisk RemotePocketAsteriskPocket PC device માં સેવ કરેલા પાસવર્ડ માટે – ખાસ કરીને વિન્ડો મોબાઈલ
તમને આનાથી વિશેષ જાણકારી હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસ શેર કરો જેથી વાચકોને પણ તેનો લાભ મળે. 

No comments :

Post a Comment