share Knowledge with JayNandasana


Wednesday, 2 January 2013

મેળવો એવા જવાબ જે ગૂગલ પણ ના આપી શકે: ફન વિથ સર્ચ


મેળવો એવા જવાબ જે ગૂગલ પણ ના આપી શકે: ફન વિથ સર્ચ

Written by જય on. Posted in ટેક્નોલોજી
Get Quick Answer
આપણે અવારનવાર કઈ પણ જાણવા માટે ગૂગલ માં સર્ચ કરતા હોઈએ છીએ પરંતુ ઘણી વાર ગૂગલ સીધા જવાબ આપવાને બદલે વેબસાઈટ નું લીસ્ટ હાજર કરી આપે છે અને દરેક વખતે નવી વેબસાઈટમાં લટાર મારવી પડે છે, અને તે વેબસાઈટ માં આપણા સવાલ નો જવાબ ક્યાં મળશે તે માટે ફાફા મારવા પડે છે અને તે ના મળે તો આપણે સર્ચ કરવાનું છોડી પણ દેતા હોઈએ છીએ.

આ લેખ બે વિભાગ માં વહેચેલ છે:

  1. વોલ્ફ્રામ અલ્ફા – વધારે સારું સર્ચ અને ફન માટે

  2. ગૂગલ એડવાન્સ સર્ચ ટીપ્સ અને ટ્રીક્સ – વધારે ચોક્કસ સર્ચ પરિણામો મેળવવા

અત્યારે બ્રિટન નો લોકલ ટાઇમ શું છે? અથવા ૧૦ પાઉન્ડ એટલે કેટલા ગ્રામ? વગેરે જેવા કોમન સવાલોના ગૂગલ સીધા જ જવાબ આપી શકે છે. આવા સીધા જવાબ ફક્ત ગૂગલ જ આપી શકે તેવું નથી, એક એવી બીજી વેબસાઈટ પણ છે જે ગૂગલ કરતા પણ વધારે સારી રીતે અને સીધા જ જવાબ આપી શકે છે. આ વેબસાઈટ છે સ્ટીફન વોલ્ફાર્મ ની વોલ્ફ્રામ આલ્ફા . અને તેમાં અમુક ટાઇપ ના જવાબ માટે ગૂગલ જેવી સર્ચ ટ્રીક વાપરવી પડતી નથી. અહી તેના કેટલાક ઉદાહરણ આપ્યા છે.
wallfram alpha

૧. તમારું લોકેશન જાણવા માટે

=> where am i  - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો. આ પરિણામ માં તમને તમારું લોકેશન જોવા મળશે અને મેપ પણ ઉપલબ્ધ છે.

૨. તારીખ અને સમય માટે

સામાન્ય રીતે આપને સમય અને તારીખ ના કેલ્ક્યુલેશન કરવા માટે એક્ષેલ ની જરૂર પડે છે, પરંતુ અહી તમને તેના સીધા જ જવાબ મળી શકે છે. જેમકે
=> today + 2 months 3 weeks 6 days - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> how many days until christmas - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> october 5, 2010 - feb 6, 2007 - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.

૩. ખોરાક(ફૂડ) અને ડાયેટ પ્લાન વગેરે:

વોલ્ફ્રમ આલ્ફા તમને તમારા ખોરાક વિષે તરત જ કહી આપે છે કે જેમકે ડાયેટ કોક માં કેટલી કેલરી છે વગેરે.. અથવા મેકડોનાલ્ડ ના ફ્રેચ ફ્રાઇઝ વધારે હેલ્ધી છે કે બર્ગર કિંગ ના? સર્ચ કરીએ:
=> a diet coke and french fries - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> burger king french fries vs mcdonald's fries - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> vitamin c in 100 ml lemon juice - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.

૪. ટાઇમ ઝોન:

આપણે બધા જ જાણીએ છીએ કે “time in <city>” સર્ચ કરવાથી કોઈપણ સીટીનો લોકલ ટાઇમ જાણી શકાય છે. પરંતુ વોલ્ફ્રામ માં આના કરતા વધારે ફેસીલીટી છે. જેમકે તમે કોઈ સીટી નો ટાઇમ એન્ટર કરો તો તે તમારા લોકલ ટાઇમ ઝોન સાથે કન્વર્ટ કરી આપશે. ઉદાહરણ જોઈએ:
11:30 am in New York - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.

૫. એસ્ટ્રોનોમી :

જો તમને એસ્ટ્રોનોમી માં રસ હોય તો તમને વોલ્ફ્રામ આલ્ફા ગમશે, કારણ કે અહી તમે ચોક્કસ દિવસે પ્લાનેટરી પોઝીશન વગેરે જેવી ઘણી ઉપયોગી માહિતી મેળવી શકો છો. અને હવે સૂર્ય ગ્રહણ ક્યારે છે વગેરે જેવા જવાબ પણ મેળવી શકો છો. ઉદાહરણ જોઈએ:
=> next solar eclipse- આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> position of venus on march 21, 1967 - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.

૬. કંપની અને ફાઈનાન્સ વગેરે:

તમે જાણવા માંગતા હો કે કોઈ કંપની માં કેટલા માણસો કામ કરે છે અથવા કોઈ કંપની નું માર્કેટ કેપીટલાઈઝેશન કેટલું છે અથવા કઈ કંપની કેટલું કમાય છે અથવા કોઈ કંપની ના શેર નો કોઈ ચોક્કસ દિવસે શું હાલ હવાલ હતા તો તે પણ તમે સર્ચ કરી શકો છો. ઉદાહરણ હોઈએ:
=> market cap of Apple - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> revenue of Google - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> dow jones on jan 2, 2010 - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> number of employees at google - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.

૭. કલર:

તમે પીળા કલરમાં લાલ કલર મેળવશો તો કયો કલર બનશે? પર્પલ કલરનું એચટીએમએલ કે આરજીબી કોડ શું છે? વગેરે જેવા સવાલોના જવાબ પણ આસાનીથી મળી શકે છે:
=> 80% yellow + 20% red - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.

૮. સરખામણી:

તમે કોઈપણ વસ્તુની સરખામણી કરાવી શકો છો, એરપોર્ટસ, યુનિવર્સીટી, પ્રખ્યાત સ્મારકો ની સાઈઝ, જથ્થો, સ્ટોક ક્વોટ, અલગ સીટી ના ટેક્ષ રેટ, સપોર્ટ ટીમ, કે પેપર સાઈઝ વગેરે.. ઉદાહરણ:
=> Statue of Liberty vs Eiffel Tower - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> A4 paper vs A3 paper - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> 10 lb vs 12 kg - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.

૯. હવામાન:

મોટાભાગના સર્ચ એન્જીન એક અઠવાડિયાના હવામાન ની આગાહી આપી શકે છે. જયારે અહી તમે ઇતિહાસની કે કોઈ ચોક્કસ તારીખની હવામાન વિશેની માહિતી મેળવી શકો છો. ગૂગલ માં તમે આવતીકાલના સૂર્યોદય અને સુર્યાસ્ત વિશેનો સમય મેળવી શકો છો પરંતુ વોલ્ફ્રમ અલ્ફા તમને ભૂતકાળ કે ભવિષ્યની કોઈપણ તારીખ ની આ માહિતીનું કેલ્ક્યુલેશન કરી આપે છે.
=> weather in lindon on Feb 10, 2004 - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
=> sunrise in london on october 21, 2015 - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.

૧૦. સબંધો:

ઘણા લોકો કૌટુંબિક સબંધો માં ગુચ્વતા હોય છે. જેમકે તમારા માતા ના બહેનના દીકારના પત્નીના પિતા…. વોલ્ફ્રામ તમને કૌટુંબિક આંબા માં સરળતાથી આ સમજાવી શકે છે.
=> mother's father's sister's daughter's son - આ સર્ચ નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો અને જાતે જ જોઇલો.
અહી માત્ર થોડા જ ઉપયોગ બતાવ્યા છે. પરંતુ વોલ્ફ્રામ માં તમે આનાથી પણ સુંદર પરિણામો મેળવી શકો છો. વધારે ઉદાહરણ માટે અહી ક્લિક કરો.
===========================================================================================

ગૂગલ સર્ચ ટીપ્સ અને ટ્રીક્સ

google search tips and tricks
હવે સર્ચ ની જ વાત થતી હોય તો ગૂગલ ની ટીપ્સ ને તો કેમ છોડાય? આપણે સામાન્ય રીતે ગૂગલ માં જે સર્ચ કરવું છે તે લખી અને એન્ટર કરી દેતા હોઈએ છીએ. અને મોટા ભાગે ગૂગલ તેનું પરિણામ આપી જ દે છે. પરંતુ જયારે ધાર્યું પરિણામ ના મળે ત્યારે અથવા તો કોઈ ચોક્કસ પરિણામ જ જોઈતું હોય ત્યારે આ ટીપ્સ ઘણી કામ લાગી શકે છે:
પહેલાતો ગૂગલ ના જ પેજ માં રોજ બરોજ ના ઉપયોગમાં આવી શકે તેવી સર્ચ ટીપ્સ આપેલી છે જે તમે અહી થી ચેક કરી શકો છો:http://www.google.com/insidesearch/tipstricks/index.html જેમાં પાલક પનીર ની એવી રેસીપી જેમાં ગરમ મસાલા હોય પરંતુ જીંજર ના હોય અને જે એક કલાક ની અંદર બની શકે ડેલના કોમ્પ્યુટર કીમત અને નજીકના શોપના અડ્રેસ સાથે નજીકના પીઝા શોપ ટીમ સ્પીરીટ ની બૂક વાંચવા માટે જેવા અડ્વાન્સ સર્ચનો પણ સમાવેશ કરેલ છે.

આ સિવાયની પણ થોડી ટીપ્સ કે જે ઉપયોગી થઇ શકે છે: જેમકે

૧. ડબલ ક્વોટસ :

સામાન્ય રીતે કોઈપણ સુવિચાર વાંચવા માટે જેવું સર્ચ કરવામાં આવે તો ગૂગલ કોઈપણ, સુવિચાર વાંચવા માટે એમ ચાર શબ્દો અલગ અલગ સર્ચ કરશે જયારે “કોઈપણ સુવિચાર વાંચવા માટે” આવી રીતે ડબલ ક્વોટસ માં શબ્દો સર્ચ કરવાથી તે આખું વાક્ય હોય તેવું જ પરિણામ આપશે.

૨. OR :

કોઈ પણ બે શબ્દ ની વચ્ચે or લગાડવાથી તે પહેલો શબ્દ અથવા બીજો શબ્દ હોય તેવું પરિણામ આપશે

૩. – (માઈનસ):

માઈનસ ની નિશાની કોઈ શબ્દ આગળ લગાડવાથી ગૂગલ તે શબ્દ ના હોય તેવું પરિણામ આપશે જેમકે કોઈપણ -સુવિચાર વાંચવા માટે આમાં ગૂગલે એવું પરિણામ આપશે જેમાં કોઈપણ, વાંચવા અને માટે શબ્દ હોય પરંતુ સુવિચાર શબ્દ ના હોય.

૪. * (સ્ટાર):

કોઈપણ બે શબ્દ વચ્ચે અથવા આગળ અથવા પાછળ સ્ટાર લગાડવાથી ત્યાં ખુટલો શબ્દ ગૂગલ પૂરી આપે છે. જેમકે ચાણક્ય * પાનાજેવું સર્ચ કરવાથી ગૂગલ સમજી જશે કે આપને ચાણક્ય અને પાના વચ્ચે કોઈ શબ્દ આવે છે જે આપણને યાદ નથી અને એવું જ સર્ચ જોઈએ છે.

હવે આપણે જોઈએ થોડી અડ્વાન્સ સર્ચ ટીપ્સ:

૧. define:

કોઈપણ શબ્દની વ્યાખ્યા જોઈતી હોય ત્યારે તે શબ્દ ની આગળ define: લખી અને તે શબ્દ લાખો, જેમકે define:web

૨. filetype:

જયારે કોઈ ચોક્કસ એક્ષ્ટેન્શન વાળી ફાઈલ જોઈતી હોય ત્યારે સર્ચ ના શબ્દો પછી filetype: લખી અને અને તેનું એક્ષ્ટેન્શન એટલે કે exe, pdf, doc, વગેરે થી સર્ચ કરવામાં આવે તો તેજ એક્ષ્ટેન્શન વાળી ફાઈલ પરિણામ સ્વરૂપે મળે છે. ઉદાહરણ જોઈએ તો જો તમારે લાઈફ વિષે ની ppt ફાઈલ જોઈતી હોય તો સર્ચ કરો life filetype:ppt આવી જ રીતે તમે કોઈ સોંગ કે પીડીએફ ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો છો સીધા જ ગૂગલ સર્ચ પરિણામ થી.

૩. site:

જયારે કોઈ ચોક્કસ વેબસાઈટમાં થી જ સર્ચ કરવું હોય ત્યારે જેમકે site:tahukar.com આ સચ માં ફક્ત ટહુકાર.કોમ વેબસાઈટના જ પરિણામ દેખાશે આને તમે ટૂંકીવાર્તા site:tahukar.com થી પણ સર્ચ કરી શકો છે જેથી ટહુકાર.કોમ માં તમે ટૂંકીવાર્તા સર્ચ કરી શકો.

૪. link:

વેબસાઈટ ના એડમીન માટે તેની બેક્લીંક ચેક કરવા માટે ઉપયોગી છે, link: પછી ડોમિન નેમ સર્ચ કરવાથી તેની બેક્લીંક નો આઈડિયા આવી શકે છે.

૫. cache:

કોઈપણ વેબસાઈટનું કેશીંગ વર્ઝન જોવા માટે આનો ઉપયોગ થાય છે, જેમ કે cache:tahukar.com

૬. allinanchor:

એન્કર ટેક્ષ્ટ એટલે લખાણ કે જે બીજી કોઈ વેબસાઈટ ની લીંક હોય જેમ કે અહી ક્લિક કરો જેવા લખાણ ની પાછળ કોઈ લીંક હોય છે. ઉદાહરણ તરીકે હું એવું સર્ચ કરવા ઈચ્છું કે કયા વેબ પેજ માં ટહુકાર.કોમ ની લીંક મુકેલી છે તો હું સર્ચ કરીશallinanchor:tahukar.com આનાથી પરિણામ માં એવી વેબસાઈટ સર્ચ થશે જે પેજ માં ટહુકાર.કોમ લખેલ હશે અને તેના પર ક્લિક કરવાથી ટહુકાર.કોમ ખુલી જશે

૭.allintext:

આ લખ્યા પછી કોઈ શબ્દ લખવાથી તે શબ્દ જે પેજ ના ટેક્ષ્ટ એરિયા માં હશે તેવું જ પરિણામ બતાવશે

૮. allintitle:

આ લખ્યા પછી કોઈ શબ્દ લખી અને સર્ચ કરવાથી એવું જ પરિણામ મળશે જેના ટાઈટલ માં એ શબ્દ હોય. સામાન્ય રીતે ગૂગલ સર્ચ માં આપણને જે દેખાય છે તે ટાઈટલ જ હોય છે. આથી આ સર્ચ કરવાથી તમને જે પરિણામ જોઈતું છે તે મળવાની પૂરી સંભાવના રહે છે. allintitle:axis atm locator

૯. allinurl:

આ લખ્યા પછી કોઈ શબ્દ લખી ને સર્ચ કરવાથી એવુજ પરિણામ મળશે જેની યુઆરએલ માં તે શબ્દ હોય – allinurl:axis atm locator

૧૦. author:

આ સર્ચ કરવાથી ગૂગલ એવું પરિણામ આપશે જે આર્ટીકલ ગૂગલ ગ્રુપ માં અથવા ન્યુઝગ્રુપ માં તે લેખક ના આર્ટીકલ હોય. children author:john author:doe

૧૧. location:

૧૨. source:

આ સિવાય તમે નીચે પ્રમાણેના સિમ્બોલ વાપરીને ગણતરી પણ કરી શકો છો

+, –, *, /, %, ^, sqrt(), sin(), cos(), arctan(), tan(), ln(), log(), !
Example: [ ((3+2)*4)^2 ].

હવે થોડી એવી ટીપ્સ જે ખરેખર જાદુ જેવી લાગે

:

1. પરિણામ પાછળ ના ચહેરા જુઓ:

ઈમેજ સર્ચ કરીએ ત્યારે પાછળ &imgtype=faceલખો અને જુઓ જાદુ અહી ટહુકાર સાદું સર્ચ અને ટહુકાર ફેસ વાળું સર્ચ આપેલ છે બંને પર ક્લિક કરો અને તફાવત જુઓ

2. Google + Social Media Sites = Quality Free Stuff

:
જો તમે ફ્રી ડેસ્કટોપ વોલપેપર કે સ્ટોક ઈમેજ અથવા વર્ડપ્રેસ ટેમ્પ્લેટ, ફ્રી રીંગટોન વગેરે સર્ચ કરતા હો તો નીચે પ્રમાણે સર્ચ કરો:

3. ફ્રી એનોનીમસ પ્રોક્ષી સર્ચ કરવા માટે

4. મ્યુઝીક, વિડીઓ અને ફ્રી ઈબૂક માટે ગૂગલ સર્ચ આ રીતે કરો

5. ઓપન વેબકેમ જોવા માટે:

આ ગૂગલ ની ખાસ ટ્રીક તો નથી પરંતુ આનાથી કામ બની શકે છે. જે તમારી સીસ્ટમ માં જાવા ઇન્સ્ટોલ નહિ હોય તો તમને જાવાની વોર્નિંગ આવી શકે છે. ગૂગલ થી કોઈપણ ઓપન વેબકેમ જે આઈપી અડ્રેસ થી ચાલુ હોય તે સર્ચ કરી આપે છે અને તેને ઓપરેટ પણ કરી શકાય છે. અને ઘણા વેબકેમ મહત્વના સ્થાને મુકેલા હોવાથી આવું કરવું લીગલ છે કે નહિ તે મને ખ્યાલ નથી. તો એ તમારી જવાબદારીથી આવા પરિણામ પર ક્લિક કરવા.. અહી માત્ર ગૂગલ પર સર્ચ કરવાની ટીપ્સ માત્ર છે.
ઉપર બતાવેલ બધી ટીપ્સ ને જો કોમ્બીનેશન માં વાપરવામાં આવે તો વધારે ચોક્કસ પરિણામ મળી શકે છે અને લોકે આનો જ ઉપયોગ કરીને હેકિંગ જેવી એક્ટીવીટી પણ કરતા હોય છે. આવા ઘણા ઉદાહરણો નું લાંબુ લીસ્ટ છે જે ફરીથી કોઈ વખત લખીશ. અત્યારે આ લેખ અહી સમાપ્ત કરું છું.

No comments :

Post a Comment