ભારતની ટોપ-૧૦ ભૂત-પ્રકોપ વળી જગ્યાઓ
ભારતની ટોપ-૧૦ ભૂત-પ્રકોપ વળી જગ્યાઓ:
ભૂત-પ્રેતોની કથા દરેકને ખાસ્સા રોમાંચિત
કરી દે છે. જો આ કથા હકિકતનું સ્વરૂપ લે તો નીડર વ્યક્તિ પણ એક સમયે ડરનો
શિકાર બને. આંપણે કથા-વાર્તાઓ અને ફિલ્મોમાં અનેક વખત ભૂત-પ્રેત અથવા તો
ભટકતી આત્માઓ જોઈ છે. ભારતમાં પણ એવા ઘણા સ્થળ છે કે જ્યાં ભૂત અને
પ્રેતાઆત્માઓ હોવાની વાત લોકોના દિલો-દિમાગમાં ઘર ગઈ છે. અહીં એવી માન્યતાઓ
છે કે આ સ્થળો હજારો વર્ષોથી કોઈને કોઈ ભયાનક શ્રાપનો સામનો કરી રહ્યાં
છે. આ સ્થળો ભટકતી આત્માઓની ઝપેટમાં હોવાનું માનવામાં આવે છે. નીચે આપેલા આ
10 સ્થળો ભારતના એવા જ સ્થળો છે જ્યાં આવી માન્યતાઓ ઘર ગઈ છે.
1. રાજસ્થાનનો ભાનગઢ કિલ્લો:
સૂર્યાસ્ત પછી આજ સુધી અહીંયા જે કોઈ પણ વ્યક્તિ રહી છે, તે જીવતી પાછી ફરી નથી
રાજસ્થાનના ભાનગઢ કિલ્લામાં ફરવા જતા
પહેલા જ લોકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત
પછી આ કિલ્લામાં પ્રવેશ ન કરે નહીંતર અંદર તેમની સાથે કંઈ પણ ભયાનક બની
શકે છે. એવુ કહેવામાં આવે છે કે આ કિલ્લામાં ભૂત-પ્રેતનો વાસ છે, ભારતીય
પુરાતત્વ ખાતા દ્વારા આ ખંડેરને સંરક્ષિત કરી દેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય
વાત એ છે કે જ્યાં પુરાતત્વ વિભાગે દરેક સંરક્ષિત ક્ષેત્રમાં પોતાની ઑફિસ
બનાવી છે તો આ કિલ્લાના સંરક્ષણ માટે પુરાતત્વ વિભાગે પોતાની ઑફિસ ભાનગઢથી
ઘણી દૂર બનાવી છે.
રાજસ્થાનના ભાનગઢના આ કિલ્લા વિશે સ્થાનિક
લોકો કહે છે કે રાતના સમયે આ કિલ્લામાંથી ભયાનક અવાજો આવે છે અને કહેવાય
છે કે સૂર્યાસ્ત પછી આજ સુધી અહીંયા જે કોઈ પણ વ્યક્તિ રહી છે, તે જીવતી
પાછી ફરી નથી. આ રહસ્ય હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
લોક વાયકા અનુસાર એક તાંત્રિકની નજર
રાજકુમારી રત્નાવતી પર પડી. એક દિવસ તાંત્રિકે જોયુ કે રાજકુમારીનો નોકર
રાજકુમારી માટે અત્તર ખરીદી રહ્યો છે, તાંત્રિકે પોતાના કાળા જાદૂનો મંત્ર
તે અત્તરની બોટલ પર ફૂંક્યો પરંતુ એક વિશ્વસનીય વ્યક્તિએ રાજકુમારીને આ
વિશે જણાવી દીધું. રાજકુમારીએ તાંત્રિકને પથ્થર થી મારવી નાખ્યો. પરંતુ
મરતા પહેલા તાંત્રિક સમગ્ર ભાનગઢને શ્રાપ આપતો ગયો જેથી રાજકુમારી સહિત
સમગ્ર ભાનગઢવાસીઓના મોત થયા. આ પ્રકારની ઘણી લોકો વાયકાઓ છે જે ભાનગઢના
રહસ્ય પર પ્રકાશ નાખે છે પરંતુ હકીકત શું છે તે આજુ એક રહસ્ય જ છે.
source: divyabhaskar.com & zeenews.com & squidoo.com and many more
2. ડુમસ બીચ સુરત:
ડુમસ બીચની અમુક જગ્યાઓ પર મૃતક લોકોની
ચિતા પણ સળગાવાય છે. આ જગ્યા માટે ઘણી વખત પેરાનોર્મલ એક્ટીવીટી રીપોર્ટ
કરાઈ છે. લોકોને અહી ઘણી વખત વિચિત્ર અવાજો સંભળાય છે. આ જગ્યાનું વાતાવરણજ
ઘણા લોકોને વિચિત્ર લાગે છે એવું લાગે છે જાણે આત્માઓ હવામાં ફરી રહી હોય.
source: zeenews.com & squidoo.com
3. રામોજી ફિલ્મ સીટી, હૈદરાબાદ:
આ ફિલ્મ સીટી લડાઈના મેદાન ઉપર બનાવેલ છે,
એવુ કહેવાય છે કે ત્યાં લડાઈમાં શહીદ થયેલા ઘણા સૈનિકોના ભૂતો ભટકે છે.
ફિલ્મના શૂટિંગ વખતે ઘણી આવી વિચિત્ર ઘટનાઓ ત્યાં નોંધવામાં આવી છે. ઘણા
લોકો આવી ઘટનાને કારણે ઘવાયા પણ છે. પરંતુ મોટા બીઝનેસને કારણે આવી ઘણી
મોટી સ્ટોરીઓ દબાવી દેવામાં આવેલી છે. કપડા ચીરવા, ચેન્જીંગ રૂમ માં
પડછાયાઓ જોવા, બહારથી લોક કરાયેલા બાથરૂમમાંથી અંદરથી દરવાજો ખખડાવવાના
અવાજો વગેરે જેવી ઘટનાઓ ત્યાની હોટેલ્સમાં સામાન્ય બની ગયી છે.
source: zeenews.com & squidoo.com
4. શનિવારવાડા કિલ્લો, પુના:
એવું કહેવાય છે કે પૂનમની રાત્રે અહી ઘણી
વિચિત્ર ઘટનાઓ બને છે. એવું કહેવાય છે કે અહી ૧૩ વર્ષના રાજકુમારની
નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી, તેનું ભૂત રાત્રે રડતું સંભાળવા મળે છે.
source: zeenews.com & squidoo.com & listmyfive.com & punesite.com
5. હોટેલ સવોય, મસુરી:
એવું કહેવાય છે કે બ્રિટીશ રાજ્ય વખતે લેડી ઓર્મને વિચિત્ર સંજોગોમાં ઝેર આપી હત્યા કરવામાં આવી હતી.
Mystery of serial killings in Mussoorie’s Haunted Hotel Savoy-report by AajTak – Hindi
ત્યાર બાદ ત્યાં ઘણા લોકો વિચિત્ર
સંજોગોમાં મૃત્યુ પામ્યા છે. લોકલ લોકો તો એવું પણ કહે છે કે લડી ઓર્મ ની
આત્મા હજુ તેના હત્યારાને ત્યાં શોધી રહી છે.
source: aajtak.com & squidoo.com
6. ડો હિલ, કુર્સોંગ, વેસ્ટ બેન્ગોલ:
અહી ઘણી બધી હત્યાઓ થઇ છે અને અહીની
હવામાં તેની પરલૌકિક અનુભવ કરી શકાય છે. ધણા લોકલ લોકોએ અહીની વિક્ટોરિયા
બોય સ્કુલના કોરીડોરમાં ડિસેમ્બર-માર્ચ ના વેકેશનમાં પગલાના અવાજો સાંભળ્યા
છે. જંગલમાં લાકડા કાપવાવાળા લોકોએ અહી માથા વગરના છોકરાને જંગલમાં ચાલતો
અને પછી જંગલમાં અદ્રશ્ય થતા જોયો છે. આ બધી ઘટનાઓને લઈને આ જગ્યા ભારતની
મોસ્ટ હોન્ટેડ જગ્યા તરીકે વિખ્યાત કરી છે.
source: zeenews.com & squidoo.com & travel.siliconindia.com
7. ડિસુઝા ચાલી, માહિમ, મુંબઈ:
એવું કહેવાય છે કે અહી કુવામાંથી પાણી
ભરતા એક સ્ત્રીનું કુવામાં પાડીને મોત થઇ ગયું હતું. અને આજે પણ તે ઘણી વખત
કુવાની આજુબાજુ જોવા મળે છે. પરંતુ તે નુકશાન કારક નથી તેવું સ્થાનિક
લોકોનું કહેવું છે.
source: aajtak.com & squidoo.com
8. બ્રિજરાજ ભવન પેલેસ કોટા, રાજસ્થાન:
બ્રિટીશ આર્મીનો મેજર બર્ટન, ૧૮૫૭ની
લડાઈમાં ભારતીય સિપાહીઓ દ્વારા અહી તેની હત્યા કરવામાં આવી હતી. તેમની અને
તેમના બે પુત્રોની અહીના હોલમાં જ હત્યા કરવામાં આવી હતી. આજે પણ તેની
આત્માઅહી ભટકતી હોય તેવું લોકોનું કહેવું છે. ક્યારેક રાત્રીના સમયે અહીના
ચોકીદારોને તેમનો પરચો મળી જાય છે.
source: zeenews.com & squidoo.com
9. થાને, વૃંદાવન સોસાઈટી:
અહી ના બ્લોક ૬૬ બ માં કોઈ માણસે સ્યુસાઈડ
કરી લીધું હતું ત્યારથી રાત્રીના સમયે ઘણી વખત પેરાનોર્મલ એક્ટીવીટીઝ જોવા
મળે છે. ખાસ કરીને સિક્યુરીટી ગાર્ડની રાતોની ઊંઘ હરામ થઇ ગઈ છે.
source: zeenews.com
10. દિલ્હી કેંટ:
દિલ્હીનો આ એરિયા જંગલ જેવો લાગે છે. અહી
ઘણી વખત મુસાફરોને સફેદ કલરની સાડી પહેરેલી સ્ત્રી દેખાય છે અને તે લીફ્ટ
માંગે છે. જો તેને લીફ્ટ આપવામાં ન આવે તો તે તેમના વાહન ની સ્પીડ જેટલી જ
સ્પીડે સાથે ચાલે છે અને થોડી વારમાં આગળ નીકળી જાય છે.
source: zeenews.com
11. રાજકિરણ હોટેલ, લોનાવાલા, મુંબઈ:
અહીના એક રૂમમાં રાત્રે ઘણા લોકોને એવાતો
વિચિત્ર અને ડરામણા અનુભવો થયા છે કે તેમને મેન્ટલ સારવારની જરૂર પડી છે.
હવે આ રૂમ કોઈને ભાડે નથી અપાતો.
source: squidoo.com
No comments :
Post a Comment