windows 8 ને virtual machine તરીકે ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ્સ
ઘણા લોકોને windows 8 ટેસ્ટ માટે વાપરવું છે.. અને windows 8 ટેસ્ટીંગ માટે virtual machine માં ઇન્સ્ટોલ કરીને વાપરવું પડે અથવા dual boot તરીકે ઇન્સ્ટોલ કરવું પડે, કારણકે આપણે આગળના લેખમાં જોયું તેમ તે ૯૦ દિવસમાં તે બંધ થઇ જાય છે અને ફરીથી પહેલાની OS ફોરમેટ કરીને ઇન્સ્ટોલ કરવી પડે છે.. virtual machine માં windows 8 કેવી રીતે કરવું અને ખાસતો તેનો સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે અને ક્યાંથી ડાઉનલોડ થાય વગેરે ઘણા સવાલો આવે.. અહી આપણે windows 8 ને virtual environment માં તમારી જૂની OS સાથે જ કઈ રીતે વાપરી શકાય અને તે કઈ રીતે ઇન્સ્ટોલ કરાય તે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આ ઇન્સ્ટોલેશન સરળ છે અને ૨૦-૩૦ મિનીટ માં થઇ શકે છે.
સ્ટેપ ૧: નીચેની લીંક પરથી windows 8 ની ISO ઈમેજ ડાઉનલોડ કરી લો:
સ્ટેપ ૨: હવે નીચેની લીંક પરથી virtual box પ્રોગ્રામ ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લો. જો તમે પહેલેથી જ આ સોફ્ટવેર વાપરતા હો તો અપડેટ કરી લો જેમાં windows 8 નું સપોર્ટ પણ ઉપલબ્ધ છે.
સ્ટેપ ૩: હવે Oracle નું virtual program રન કરો અને NEW બટન પર ક્લિક કરો એન “Hide Description” પર ક્લિક કરો જેથી આપણો પ્રોગ્રામ શરુ થાય.
સ્ટેપ ૪: હવે તમારા virtual machine ને નામ આપો જેમકે “windows 8″ અને ઓપરેટીંગ સીસ્ટમ તરીકે windows સિલેક્ટ કરો અને નીચે ઓપ્શનમાં windows 8 સિલેક્ટ કરો.
સ્ટેપ ૫: હવે તમારે RAM સિલેક્ટ કરવી પડશે.. તમે નવી સીસ્ટમ એટલે કે તમારી virtual સીસ્ટમ ને કેટલી RAM આપવા માંગો છો તે અહી સિલેક્ટ કરવાનું છે.. યાદ રહે કે આ તમારી સીસ્ટમ માં ખરેખર જેટલી RAM છે તેમાંથી જ થોડો ભાગ તમે આપી શકો છો. અને ઓછામાં ઓછી 1 GB આપવી જ પડશે.. આથી તમારા કોમ્પ્યુટરમાં ઓછા માં ઓછી ૨ GB RAM હોવી જોઈએ. સારા પર્ફોમન્સ માટે 2 GB સિલેક્ટ કરો. અને create પર ક્લિક કરો.
સ્ટેપ ૬: હવે તમારે આ virtual સીસ્ટમ માટેની windows 8 ની ફાઈલ ક્યાં સ્ટોર કરવી છે તેનું ઓપ્શન છે. જો તમારે બીજી કોઈ એપ્લીકેશન તેમાં ઇન્સ્ટોલ ના કરવી હોય તો ઓછા માં ઓછી 25 GB સિલેક્ટ તો કરવી જ પડશે. બીજી કોઈ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાની હોય તો તેની અલગથી. હવે આ ફાઈલ એટલે કે તમારી virtual Harddisk જે ફાઈલના રૂપ માં તમારા જ કોઈ ફોલ્ડર માં સ્ટોર થવાની છે તેથી જે તે ડ્રાઈવ માં એટલી ફ્રી સ્પેસ હોય ત્યાં નો જ પાથ આપવો.
સ્ટેપ ૭: હવે ફાઈલ ટાઇપ સિલેક્ટ કરવાની છે. જેમાં (VDI VirtualBox Disk Image) સિલેક્ટ કરો. અને સારું પર્ફોમાંન્સે જોઈતું હોય તો “fixed size” પર ક્લિક કરો. અને create પર ક્લિક કરો.. હવે તમારી હાર્ડડિસ્ક બનવા જઈ રહી છે જેમાં તમારું windows 8 સ્ટોર થવાનું છે અને આ પ્રોસેસ થોડો સમય લે છે લગભગ ૪-૫ મિનીટ જેવો સમય લાગશે. તેથી થોડી રાહ જુઓ.
સ્ટેપ ૮: ઉપર બતાવેલ પ્રમાણે પ્રોસેસ થઇ ગયા બાદ હવે Virtual Machine ને સિલેક્ટ કરો અને settings પર ક્લિક કરો અથવા Ctrl + S પ્રેસ કરો. અને Display પર ક્લિક કરો અને “Video and Enable 2D Video Acceleration” એનેબલ કરો. OK પર ક્લિક કરો જેથી બધા સેટિંગ save થઇ જાય.
સ્ટેપ ૯: હવે windows 8 નામના અથવા તમે virtual Machine ને જે નામ આપ્યું હોય તેના પર ડબલ ક્લિક કરી અને તેને ઓપન કરો.
સ્ટેપ ૧૦: અહી તમને DVD અથવા ISO ઈમેજ નો પાથ પૂછશે, ત્યાં તમે ડાઉનલોડ કરેલી windows 8 ની ISO ઈમેજ નો પાથ આપો. હવે અહીંથી સાચું windows 8 ની ઇન્સ્ટોલેશન શરુ થઇ ચુક્યું છે જે લગભગ ૨૦-૩૦ મિનીટ લેશે..
windows 8 ના ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ્સ રૂટીન જ છે જેમકે સીરીઅલ કી, પછી accept કરો, અને custom instal પર ક્લિક કરો તથા harddisk drive સિલેક્ટ કરો(અહી એક જ હશે).. છેલ્લે PC Name આપો, અને પછીની સ્ક્રીન પર “Express Settings ” પર ક્લિક કરો. બસ થઇ ગયું.. એન્જોય..!!
No comments :
Post a Comment