ટોચના ૧૦ ભારતીય બ્લોગર અને તેની બ્લોગીંગની કમાણી
Top 10 Indian Bloggers and their Adsense Income
હવે એ દિવસો ગયાકે જયારે મોટા શેઠલોકો સોનાથી લદાયેલા અને મોટી ફાંદવાળા જોવા મળતા હતા. હવે નવા જાતના કરોડપતિલોકોને મળો કે તેઓ તેની કમાણી ફક્ત બ્લોગ લખીને કરે છે. તેઓ પોતાના જ બોસ છે અને તેને કોઈના ઓર્ડરની રાહ જોવી પડતી નથી. તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને મરજી થાય ત્યારે બ્લોગ લખે છે. અને બાકીનો ટાઇમ પોતાના શોખ પુરા કરવામાં વિતાવે છે.
અહી પ્રસ્તુત છે તેવા ટોચના ૧૦ બ્લોગર અને તેમની દર મહિનાની ગૂગલ એડસેન્સની(Google Adsense) કમાણી.
નામ: અમિત અગ્રવાલ
બ્લોગ: Labnol.org
Alexa Rank of Labnol.org : ૨૦૦૦
કમાણી: ૩૬૦૦૦ ડોલર દર મહીને (૧ ડોલર = ૪૮ રૂપિયા અંદાજીત)
તેના વિષે થોડું: સન ૨૦૦૪ માં અમિતે તેની જાહોજલાલી વળી Goldmansech ની નોકરી છોડી ને ફૂલ-ટાઇમ બ્લોગર બનવાનું નક્કી કર્યું. તે સોફ્ટવેર અને ઈન્ટરનેટ ટૂલ્સ વિષે લખે છે. IIT પાસ કરેલા અમિતભાઈ હોન્ડા CRV ચલાવે છે અને દિલ્હીમાં પોતાની મરજી પ્રમાણે રાજાશાહી વાળી જીંદગી વિતાવે છે. અને ફક્ત તેની એડસેન્સ(Adsense) અને અફીલીએટની(Affiliate) કમાણી પર જ.
નામ: અમિત ભવાની
બ્લોગ: AmitBhawani.com
Alexa rank of AmitBhawani.com : ૪૫૦૦૦
કમાણી: ૧૫૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: અમિત ભવાનીએ ૨૦૦૭ માં તેનો ટેકનીકલ બ્લોગ લખવાનું શરુ કર્યું અને પછી જુદા જુદા વિષય જેવાકે કારકિર્દી, પ્રવાસ, અને આરોગ્ય પર લખવાનું શરુ કર્યું. સમયની સાથે તેના બ્લોગે alexa ranking માં ઘણું ઉચું સ્થાન પ્રાપ્ત કર્યું. હવે તે હૈદ્રાબાદમાં પોતાની SEO કંપની ચલાવે છે.
નામ: હર્ષ અગ્રવાલ
બ્લોગ: Shoutmeloud.com
Alexa Rank of Shoutmeloud.com : ૩૯૦૦
કમાણી: ૧૧૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: લગભગ ૨૦ વર્ષની ઉમરે હર્ષે પોતાની નોકરી Convergys માંથી ફક્ત પ્રોફેશનલ બ્લોગર બનવા માટે છોડી દીધી. હવે તે બ્લોગીંગ ટીપ્સ, વર્ડપ્રેસ, અને કમાણીના રસ્તા જેવા વિષયો પર લખે છે. તે દિલ્હીમાં રહે છે અને નિયમિતપણે બ્લોગ લખે છે અને તેમાંથી કમાણી કરે છે.
નામ: જશપાલ સીંઘ
બ્લોગ: Savedelete.com
Alexa Rank : ૮૦૦૦
કમાણી: ૧૦૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: જશપાલ મીકેનીકલ એન્જીનીઅર છે અને તેણે ખુબજ મહેનત અને ધગશથી માત્ર એક જ વર્ષમાં તેના બ્લોગને ટોચનું સ્થાન આપી દીધું.
નામ: અરુણ પ્રભુદેસાઈ
બ્લોગ: Trak.in
Alexa Rank : ૧૦૦૦૦
કમાણી: ૯૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: અરુણ ઈન્ટરનેટનો કીડો છે, અને તે બીઝનેસ ટ્રેન્ડ અને સ્ટાર્ટઅપ વિષે લખે છે. અરુણે ૨૦૦૭ માં બ્લોગ લખવાનું ચાલુ કર્યું હતું અને વહેતા સમય સાથે તેનું નામ બીઝનેસ બ્લોગરના લીસ્ટમાં ઉપર અને ઉપર આવતું રહ્યું છે.
નામ: નિર્મલ
બ્લોગ: NirmalTV.com
Alexa Rank : ૧૨૦૦૦
કમાણી: ૮૫૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: નીર્માંલનું શિક્ષણ સિવિલ એન્જીનીઅર નું છે અને વ્યવસાયે તે આઈટી પ્રોફેશનલ છે. તે ફરી સોફ્ટવેરના રીવ્યુ અને ઈન્ટરનેટની ટ્રીક અને ટીપ્સ વિષે લખે છે. તે કોચી નામના એક નાનકડા ગામ માંથી આવે છે અને તેણે તેની જીવનશૈલી માત્ર બ્લોગીંગ થી જ બદલી છે.
નામ: રોહિત લાન્ગડે
બ્લોગ: BlogSolute.com
Alexa Rank : ૧૩૦૦૦
કમાણી: ૮૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: રોહિત જી.એચ. રાઈસોની એન્જીનીઅરીંગ કોલેજમાં ભણતો એક સામાન્ય વિદ્યાર્થી હતો. ચોથા વર્ષે તેણે કઈક અલગ કરવાનું વિચાર કરીને બ્લોગીંગ શરુ કર્યું અને આજે તે એડસેન્સની આવક પર પોતાનું જીવન ખુશી થી વિતાવે છે.
નામ: રાહુલ બંસલ
બ્લોગ: devilsworkshop.org
Alexa Rank : ૧૪૦૦૦
કમાણી: ૬૫૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: રાહુલ કોમ્પ્યુટર એન્જીનીઅર છે અને ફૂલ ટાઇમ બ્લોગીંગ કરે છે. તે ટેક ટ્રેન્ડ અને વેબ ૨.૦ વિષે લખે છે. તેને એડસેન્સની કમાણીમાંથી પોતાની જીંદગી બનાવી અને હવે તે વધારાની આવક બીજા ધંધામાં વાપરે છે.
નામ: હની સિંઘ
બ્લોગ: honeytechblog.com
Alexa Rank : ૨૦૦૦૦
કમાણી: ૪૫૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું: હની સિંઘ ફૂલ ટાઇમ બ્લોગીંગ કરે છે અને તેને પોતાની Mediaredefined નામની કંપની ખોલી છે અને મોટા ભાગનો ટાઇમ પોતાના સફળ બ્લોગ લખવામાં વિતાવે છે.
નામ: શ્રીનિવાસ
બ્લોગ: 9lessons.info
Alexa Rank : ૧૯૦૦૦
કમાણી: ૪૦૦૦ ડોલર દર મહીને
તેના વિષે થોડું:શ્રીનિવાસ પ્રોગ્રામિંગ વિશેના બ્લોગ લખે છે.
No comments :
Post a Comment