share Knowledge with JayNandasana


Wednesday, 2 January 2013

૧૦ સમય બચાવનારા વેબ બ્રાઉઝરના શોર્ટકટ્સ


૧૦ સમય બચાવનારા વેબ બ્રાઉઝરના શોર્ટકટ્સ

૧૦ સમય બચાવનારા વેબ બ્રાઉઝરના શોર્ટકટ્સ

જયારે આપણે સર્ફિંગ કરતા હોઈએ અને ખાસ કરીને સર્ચ એન્જીનમાં સર્ચ કરતા હોઈએ અને ઘણા ટેબ્સ એકસાથે ખોલતા હોઈએ ત્યારે સમય બચાવે અને જરૂરી એવા ૧૦ શોર્ટકટ્સ અહી મુકેલા છે જે લગભગ દરેક બ્રાઉઝરમાં કામ કરે છે અને તે ખુબજ સરળ,  અસરકારક અને કેટલાક તો હિડન પણ છે.

1. Ctrl+Tab

જો તમે ઘણી બધી ટેબ ખોલી હોય તો જે ટેબ ખુલી હોય ત્યાંથી જમણી બાજુની ટેબ ખોલવા માટે. અને Ctrl+Shift+Tab કરવાથી ડાબી બાજુની ટેબ ખુલે છે.

2. Ctrl+Shift+T

આ એક અમૂલ્ય શોર્ટકટ છે. જો તમેં સર્ફિંગ કે સર્ચ કરતા હોવ અને કોઈ કામની વેબસાઈટ મળી જાય અને અચાનક કે ભૂલથી તે ટેબ બંધ થઇ જાય તો… એ આવા વખતે તે વેબસાઈટનું નામ પણ આપણને યાદ ન હોય. આ શોર્ટકટ છેલ્લે બંધ કરેલી ટેબ તેમાં ખુલેલી વેબસાઈટની સાથે ફરીથી ખોલી આપે છે.

3. Ctrl+L/Alt+D/F6

આ ત્રણે શોર્ટકટ્સ થી કર્સર અડ્રેસબાર પર જતું રહેશે અને અડ્રેસબાર હાઈલાઈટ જશે. જેથી તમે નવી url ટાઇપ કરી શકો.

4. Alt+Enter

આ શોર્ટકટથી તમે જે ટેબમાં જે વેબસાઈટ જોઈ રહ્યા છો તે વેબસાઈટ એક નવા ટેબ માં ખુલી જશે.

5. Ctrl+Enter

આ શોર્ટકટથી તમે જે કઈ પણ અડ્રેસબાર માં લખ્યું હશે તેની આગળ www. અને પાછળ .com લાગી જશે જેથી તમારે એ ટાઇપ ન કરવું પડે. ઉદાહરણ તરીકે google + ctrl+ Enter કરવાથી www.google.com લખાઈ જશે.

6. Ctrl+E

આનાથી તમારું બ્રાઉઝર કે સર્ચબોક્ષ નવા સર્ચ માટે તૈયાર થઇ જશે. એટલે કે સર્ચબોક્ષ પર કર્સર જતું રહેશે અને તે હાઈલાઈટ થઇ જશે.

7. Alt+Home

આ શોર્ટકટ તમારા બ્રાઉઝર ઉપર આધાર રાખે છે. અથવા તો તે હોમપેજ ખોલી આપશે અથવા તો નવી ટેબ ખોલી આપશે.

8. Ctrl+O

આ શોર્ટકટ ફાઈલ ઓપન કરવા માટેનું બોક્ષ ખોલી આપશે જેથી તમે તમારા હાર્ડડિસ્ક માં રહેલી ફાઈલ તમારા બ્રાઉઝર માં ખોલી શકો.

9. Ctrl+J

આ શોર્ટકટ તમારી ડાઉનલોડ હિસ્ટ્રી ખોલી આપશે, જેથી તમે જોઈ શકો કે તમારા કોમ્પ્યુટર માં કઈ ફાઈલ ડાઉનલોડ થઇ છે અને ક્યારે.

10. Ctrl+Shift+Del

આ શોર્ટકટ થી તમારા બ્રાઉઝરની હિસ્ટ્રી અને બીજો ડેટા ક્લીઅર કરવા માટેની વિન્ડો ખુલી જશે.
Some Facebook Shortcuts

No comments :

Post a Comment