બ્લોગરના સમય બગાડે એવા ૫ શોખ
5 habit of blogger
બ્લોગીંગ એ ઈન્ટરનેટ તરફથી મળેલ એક મહાન ગીફ્ટ છે. તે લોકોને એક નવી ઓળખ અને નવું કામ આપે છે. આ લેખ એવા લોકો માટે છે જેઓ બ્લોગીંગ થી કમાણી કરવા માંગે છે. ખાસ કરીને ગુજરાતી લોકો પોતાના શોખ માટે બ્લોગીંગ કરતા હોય છે અથવાતો પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે, પરંતુ ઘણા એવા લોકો પણ છે જેઓ પાર્ટ ટાઇમ બ્લોગીંગ કરીને એક સાઈડ ઇન્કમ ઉભી કરવા માંગે છે અથવાતો તેમાંથી કમાવા માંગે છે.
પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે મોટા ભાગના બ્લોગર થોડા સમયમાં બ્લોગીંગ છોડી દે છે અથવાતો આખું વર્ષ માત્ર થોડા પૈસા કમાઈને સંતુષ્ટ રહે છે. હવે થોડું વિચારો કે કહેવાતા મોટા પ્રોફેશનલ બ્લોગર તમારા જેટલો જ સમય બ્લોગીંગ કરે છે તો પણ કેમ તમારા કરતા ૧૦૦૦ ગણું વધારે કમાય છે. નીચે એવા મુદ્દા આપેલ છે જે દરેક બ્લોગર માટે કીમતી સાબિત થઇ શકે છે.
Analytics: તમે ક્યારે ગણતરી કરી છે કે કેટલો સમય તમે માત્ર એનાલીટીક્સ જોવામાં વિતાવ્યો છે? થોડી થોડી વારે અથવા હરેક નવા બ્લોગ પ્રેસ કરતી વખતે અને દરેક લોગીન વખતે તમે કેટલો ટ્રાફિક થયો? એ જોવામાં અને ટ્રાફિક એનાલાઇઝિંગ માં વિતાવો છે જે સમય કદાચ તમે સારા બ્લોગ લખવામાં ફાળવી શકો છો. એનાલીટીક્સ એ મુડ બદલનાર સૌથી મોટું પરિબળ છે અને તે એક શેર બ્રોકર જેવું કામ કરે છે. લોકો એનાલીટીક્સ જુએ છે અને શેરમાર્કેટ ની સાઈકોલોજીથી પ્રવાહમાં વહી જાય છે.
અને સમયની બરબાદીની વાત છોડીએ અને એમ માની લઈએ કે તમને પુરતો સમય મળી રહે છે તો પણ એ તમારી બ્લોગીંગ શૈલીને બગડી નાખે છે. ઉદાહરણ જોઈએ: માંનોકે તમે સવાર સવારમાં ૪-૫ સારા લેખો લખ્યા અને તમે સાંજના એવું ઈચ્છો છો કે ગૂગલ સર તમને આ બાબતે ખુબજ જલ્દી શાબાશી આપશે. અને સર્ચ એન્જીનનું ટ્રાફિક વિઝીટર જોવા માટે તમે ઘણી વખત એનાલીટીક્સનું પાનું ખોલ્યા કરો છો. ઘણી વખત એવું બનતું હોય છે કે તમે આજે કોઈ લેખ લખ્યો એ ગૂગલ દ્વારા આજે લીસ્ટ ના થાય અને થોડા દિવસો પછી જોવા મળે. અને દિવસના અંતે તમે એવું વિચારો કે આ શું છે? મેં મારી આંગળીઓને થકવી નાખી અને મગજ ઘસી નાખ્યું.. અને મને શું મળ્યું? ૧૦૦-૨૦૦ વિઝીટર? અને નીચેના વિચારો તમારા મગજમાં ઘુમરાયા કરે:
- આ મારું કામ નથી.
- મારે બીજા વિષય ઉપર લખવું જોઈએ.
- મારે મારી લખાણ શૈલી બદલાવી જોઈએ.
- મેં પુરતું SEO નથી કર્યું.
- મારે બ્લોગીંગ છોડી દેવું જોઈએ…
તો મિત્રો, એનાલીટીક્સ જોવું જોઈએ પણ તેનો ભાર મગજ ઉપર ના લાદવો જોઈએ. એનાલીટીક્સ શા માટે જોવું જોઈએ તે માટે થોડા સમયમાં બીજો લેખ પ્રસિદ્ધ કરીશ.
Adsens: એડસેન્સ સ્ટેટ એ બીજું એનાલીટીક્સ જેવું જ ઘાતક વ્યસન છે. એ ક્યારેય ભૂલવું ના જોઈએ કે જો-જો નહિ કરીએ તો કમાયેલા એ રૂપિયા ક્યાય જતા રહેવાના નથી. જો એનાલીટીક્સ રાત્રીના ખરાબ સ્વપ્ન આપી શકે તો એડસેન્સ દિવસના સ્વપ્ન દેખતા કરી શકે છે.
Alexa: Alexa રેન્કિંગ ૧૦૦% સાચું હોતું નથી તો પણ તે તમે અને તમારા પ્રતિસ્પર્ધી કેટલા પાણી માં છો તે જોવા માટેનું એકમાત્ર સાધન છે. એક પ્રોફેશનલ બ્લોગર પોતાના જ લેખો સર્ચ એન્જીનમાં સર્ચ કરે છે અને તેમાં તેને હજારો નવા લેખો અને બ્લોગ મળે છે અને તે તેની આદત પ્રમાણે Alexa રેન્ક જોવે છે અને પોતાનો જ એક નવો ગોલ બનાવે છે. જો કોઈનો રેન્ક સારો હોય તો તે કઈ એક મહિના માં બનેલો હોતો નથી. Alexa કોઈની સ્ટોરી નથી આપતું તે ફક્ત કોઈનું હાલનું રેન્કિંગ જ બતાવે છે, તો પોતાનો સમય આવા રેન્કિંગ માં પણ બગાડવો ના જોઈએ અને તેમ કરતા પોતાની જાત ને રોકી ના શકાતી હોય તો તેનું ટૂલબાર ડાઉનલોડ કરી લેવું જોઈએ. પરંતુ તેની પાછળ મોટો અને કીમતી સમય બરબાદ ના કરવો જોઈએ અને સારું રેન્કિંગ મેળવવા જેવા લક્ષ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત ના કરવું જોઈએ, એના કરતા સારા લેખો લખવામાં મહેનત કરવાથી સફળતા મળે છે, અને વિશ્વાસ કરો એ અઘરું નથી હા સમય માગીલે તેવું જરૂર છે. પરંતુ કોઈને પણ સફળતા રાતો રાત નથી મળતી.
Themes & Plugins: સારી દેખાતી થીમ બધાને ગમે છે. આપણે જાણીએ છીએ કે સિમ્પલ અને જલ્દી લોડ થાય તેવી થીમ પસંદ કરવી જોઈએ. પરંતુ મોટા ભાગના બ્લોગર પોતાના બ્લોગની થીમ અવાર નવાર બદલ્યા કરે છે અને કોઈ સારો બ્લોગ જુવે અને સારા પ્લગીન જુવે તો એ પોતે પણ તેને અજમાવી જુવે છે. જો તમે પણ આ જ બદલાવ અવાર નવાર કરતા હો તો તે પ્રક્રિયાને થોડી ધીમી કરવી જોઈએ.
link building : આપણે જાણીએ છીએ કે લીન્ક બિલ્ડીંગ કેટલું અગત્યનું છે અને ખાસ કરીને જયારે તમારો બ્લોગ સરખા વિષય વાળા બ્લોગમાં રીફર થતો હોય.. પરંતુ જરૂરી નથીકે લીન્ક બિલ્ડીંગ એ એકમાત્ર સફળતા મેળવવાની ચાવી છે. લોકોએ સફળ થવા માટે હજારો લેખો લખ્યા છે ત્યારે તેઓ સફળ થયા છે.પરંતુ અત્યારે લોકો થોડા લેખો લખીને લીન્ક બિલ્ડીંગ કરવામાં પોતાનો જુસ્સો અને સમય ખર્ચી નાખે છે.
લોકો કોઈપણ બૂક્માર્કીંગ સાઈટમાં જઈને પોતાના બ્લોગની એન્ટ્રી કરવામાં સમય બરબાદ કરે છે તેઓ તે નથી જાણતા કે તેમની મોટાભાગની બૂક્માર્કીંગ સાઈટ નોફોલો રુલ અપ્લાય કરેલ હોય છે આથી ત્યાં એન્ટ્રી કરવામાં કોઈ ફાયદો થતો નથી. ફક્ત “DOFOLLOW” રુલ વળી સાઈટ પર જ લીન્ક બિલ્ડીંગ કરવાથી ફાયદો થાય છે.
તો ઘણા લોકો દરેક બ્લોગમાં જઈને સિગ્નેચર સાથે કોમેન્ટ્સ આપવા લાગે છે, પરંતુ તેમના મોટા ભાગના બ્લોગ નવા જ હોય છે અને તેઓ પણ પેજ રેન્ક અને લીન્ક જ્યુસ માટે વલખા મારતા હોય છે. અને આ તો ભિખારી પાસે ભીખ માગવા જેવું થયું.. ખરુંને? કોઈ મદદ નહિ મળે! સારા રેન્ક વાળા બ્લોગમાં જઈને સારી કોમેન્ટ કરો તો તે “Approved” થઇ શકે છે અને તેઓ “DOFOLLOW” વાળા બ્લોગ હશે તો ઘણું સારું..
ઘણા લોકો ફોરમ માં જઈને લીન્ક બિલ્ડીંગ શરુ કરે છે અને થોડા સમયમાં તેમને ખબર પડે છે કે તેમની લીન્ક્સ ડીલીટ થઇ ચુકી છે અને તેઓ BANNED… !!! કેવો સમય અને બ્રોડબેન્ડ નો બગાડ થયો કહેવાય…
આપણે Bookmarking, feed submission, અને commenting વગેરે કરવું જોઈએ પરંતુ લીમીટમાં. SEO એ ફક્ત દવા છે અને ઘણી વખત દવાનો હાઈ ડોઝ લેવાથી મોટું નુકશાન થઇ શકે છે. તેવી જ રીતે મોટી લીન્કની ખેતી કરીએ તો ગૂગલ કાકા આપણને સજા પણ કરી શકે છે. હા, ઓવર ઓપ્ટીમાઈઝેશન એ ઘટક નીવડી શકે છે. તમારા નવા લેખ અને મૌલિક વિચારસરણી જ આખરે હુકમના એક્કાનું કામ કરે છે.SEO એ માત્ર ટ્રીક છે. હવે વિચારો કે તમે ૧૦ કરતા પણ ઓછા પોસ્ટ લખ્યા હોય અને લીન્ક બિલ્ડીંગ કરીએ તો એ ઘરમાં આનાજ વગર મહેમાનો ને આમંત્રણ આપવા જેવો ઘટ થાય કે નહિ?
આજના જમાનામાં બ્લોગીંગ એ સારો વ્યવસાય છે અને તમને સો ટકા સફળતા અને કલ્પના પણ ના કરી હોય તેટલી આવક અપાવી શકે છે. પરંતુ એક વિચાર મગજ માં ઠસાવવો પડે કે એ એક રાતમાં નથી બનતું. ઘણી વખત રોજના ૮ કલાક જેવો સમય ફાળવવા છતાય સફળતા ની કોઈ ગેરંટી નથી હોતી. તમે કોઈ બોર્ડની પરીક્ષા આપતા હો એવી રીતે લો અને રોજના ૩-૪ કલાક ૬ મહિના સુધી આપો તો તમારા analytic માં મોટો ઉછાળ જરૂર જોવા મળશે.અને તમને આશ્ચર્ય થશે કે મહેનત અને ખંત ની ગૂગલ દાદા કેવું વળતર આપે છે, કદાચ તમારી કલ્પના કરતા પણ વધારે
No comments :
Post a Comment